નવજીવન ન્યૂઝ. દાહોદઃ ગુજરાતમાં દારૂ (Liquor) ઘુસાડવા માટે મોટા ભાગે આંતર રાજ્યની સરહદોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી વિજીલન્સની ટીમ (State Monitoring Cell) દ્વારા રાજ્યની સરહદી વિસ્તારમાં નેટવર્ક વધુ મજબુત કરવામાં આવતા પાડોશી રાજ્યમાંથી લાવવામાં આવતો દારૂ ગુજરાતમાં પ્રવેશતા જ વિજીલન્સની ટીમ સફળતા પૂર્વક ઝડપી રહી છે.. જોકે ગઈકાલે રાજ્યના સરહદી વિસ્તારમાં નિર્લિપ રાયની વિજીલન્સની ટીમ અને બુટેલગર સામ-સામે આવી ગયા હતા, (Bootlegger Attack on Nirlipt Rai’s SMC Team) ઉપરાંત બુટલેગરે વિજીલન્સની ટીમ પર ફાયરિંગ પણ કર્યુ હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ધાનપુરમાં પાંચીયાશાળ ગામે દારૂની રેડ કરવા ગયેલી વિજીલન્સની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. વિજીલન્સની ટીમની માહિતી મળી હતી કે, ધાનપુરાના પાંચીયાશાળ ગામ જે ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર નજીક આવેલું છે, ત્યાંથી 4,5 ગાડીઓ ભરીને દારૂ નિકળવાનો છે, માહિતી મળતા જ વિજીલન્સની ટીમ દરોડો કરવા માટે પહોંચી ગઈ હતી અને સ્થાનિક પોલીસ ઉંઘતી રહી.

માહિતી મુજબ વિજીલન્સની ટીમ માહિતી મળતા વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દારૂની ગાડીઓનું પાયલોટીંગ કરી રહેલી કારને વિજીલન્સની ટીમની ગંધ આવી જતા વિજીલન્સની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બુટલેગર દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો. બુટલેગર દ્વારા અંદાજીત 13 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે. વિજીલન્સની ટીમ પર હુમલો થતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ LCB અને SOG પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. સાથે જ વિજીલન્સના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવવા માટે નિકળી ગયા છે. આ બનાવમાં વિજીલન્સની બેથી ત્રણ ગાડીઓને ભારે નુકશાન થયું છે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. બુટલેગર વિરુદ્ધ હાલ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. તમામ હુમલાખોરો પલાયન થઈ જતા તમામને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા કોંમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે.
Tag: Bootlegger Attack on Nirlipt Rai’s SMC Team
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








