નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર મેદાન ઉપર છેલ્લા 11 દિવસથી દેશનું નામ રોશન કરનારા પહેલવાનો આંદોલન કરી રહ્યા છે. કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભુષણ સિંહના વિરોધમાં તેઓ છેલ્લા 11 દિવસથી ધારણા કરી રહ્યા છે. અત્યાર સુધી વિપક્ષના રાજનેતાઓ તેમને સમર્થન કરવા આવતા હતા, પરંતુ આજે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ આ પહેલવાનોના સમર્થનમાં રેલી કાઢી હતી. વિદ્યાર્થીઓની રેલી દરમિયાન પોલીસે ટીંગાટોળી કરીને વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ પોલીસ પર અભદ્ર વર્તન અને મરમારીના આક્ષેપો કર્યા હતા, જ્યારે પહેલવાનોએ પણ દિલ્હી પોલીસની નિંદા કરી હતી.
આજે ઇન્ડિયન ઓલ્મપિંક એશોસિયેશનના અધ્યક્ષ પી. ટી. ઉષા પણ જંતર-મંતર પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ધરણાં પર બેઠેલા વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિતના પહેલાવાનો સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી અને હું તમારી સાથે છું તેવુ કહી પહેલવાનો આશ્વાસન આપ્યું હતું.
બજરંગ પુનિયા કહ્યું હતું કે, જ્યાં સુધી બ્રિજભૂષણ સિંહ જેલ નહીં જાય, ત્યાં સુધી અમે ધરણાં કરતાં રહીશું. પહેલા પી. ટી. ઉષા જ્યારે પહેલાવાનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે કહ્યું હતું કે પહેલવાનોએ આવું ન કરવુ જોઈએ આનાથી દેશની છબી ખરડાઈ રહી છે. બીજી તરફ પહેલવાનોએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે એમને તમારાથી આવી અપેક્ષા ન હતી.
ત્યારે બ્રિજભૂષણ સિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે, જે અધ્યક્ષના ઘરે તમે લોકો આવતા હતા, લગ્નમાં બોલવતા હતા, પરિવારની જેમ હળીમળીને રહેતા હતા. ત્યારે કોઈએ કોઈ ફરિયાદ નથી કરી. જ્યારે મે કોઈ પોલીસી બનાવી ત્યારે તમામ લોકોને ફરિયાદો થવા લાગી. ઓલમપિકમાં કોણ જશે કોણ નહીં એ નિયમ હું બનાવુ છે, એટલે તકલીફ થઈ રહી છે.








