Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadચાંદખેડાની SMS હોસ્પિટલના સાતમે માળે નર્સે કરી આત્મહત્યા, ત્રણ દિવસથી ગાયબ હતી...

ચાંદખેડાની SMS હોસ્પિટલના સાતમે માળે નર્સે કરી આત્મહત્યા, ત્રણ દિવસથી ગાયબ હતી યુવતી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી એસએમએસ હોસ્પીટલમાં (SMS Multispeciality Hospital) એક નર્સે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ હોસ્પિટલના સાતમે માળે ગળેફાંસો ખાઈને આત્મહત્યા (Crime News in Gujarati) કરી લીધી હતી, યુવતી પાસેથી મળેલી અંતિમ ચિઠ્ઠી પરથી જાણવા મળે છે કે યુવતીએ પ્રેમ સંબંધમાં સમસ્યાના કારણે આત્મહત્યા કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરી છે.

યુવતી 12 તારીખે હોસ્પિટલ ગઈ હતી અને ત્યાર બાદ ઘરે પરત ફરી ન હતી જેના કારણે યુવતીના પરિવારે યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યાર બાદ ગઇકાલે સાંજના સમયે યુવતી જે હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી તે એસએમએસ હોસ્પિટલના સાતમે માળે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

- Advertisement -

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પીટલમાં સાતમે માળે કોઈ જતું ન હતું, ત્યાં માત્ર કોઈ કોન્ફરન્સ અથવા તો મેટિંગ હોય તો હૉલ ખોલવામાં આવતો હતો. જ્યારે સફાઈ કરવા માટે કર્મચારી ઉપર ગયા ત્યારે તેમણે ત્યાં પંખા સાથે લટકેલો યુવતીનો મૃતદેહ જોયો ત્યારે હોસ્પિટલ પ્રશાસન અને પોલીસને જાણ કરી હતી.

ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI વી. એસ. વણઝારા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, “યુવતીની આત્મહત્યા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે, તેની પાસેથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં પ્રેમ સંબંધના કારણે યુવતીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તે દિશામાં પણ વધુ તપાસ કરી રહી છે. યુવતીની અંતિમક્રિયા બાદ તેના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવશે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular