Saturday, November 21, 2026
HomeNationalલગ્નનું વચન આપી 14-14 મહિલાઓનું શારીરિક-આર્થિક શોષણ કરનાર મો.માઝીનને UAE થી ભારત...

લગ્નનું વચન આપી 14-14 મહિલાઓનું શારીરિક-આર્થિક શોષણ કરનાર મો.માઝીનને UAE થી ભારત લવાયો

- Advertisement -

Mohammad Mazin was brought back to India from the UAE : એક નહીં પરંતુ 14-14 મહિલાઓને લગ્નનું વચન આપી તેમનું શારીરિક, આર્થિક અને માનસિક શોષણ કરનારા (Mohd Mazin used to physically and financially exploit women) અને દેશ છોડી નાસી છૂટેલા હેવાનને UAE થી ભારત પરત લાવવામાં આવ્યો છે. CBI ની મદદથી ભારત લવાયેલા મોહમ્મદ માઝીનની મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) વિધિવત ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.

મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર મોહમ્મદ માઝીને લગ્નના બહાને એક મહિલાને પોતાની સાથે સંબંધ બાંધવા માટે લલચાવી હતી અને પછી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમય દરમિયાન તેણે છેતરપિંડી કરીને મહિલા પાસેથી 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે આ કેસમાં અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીએ આવી જ રીતે અન્ય 13 મહિલાઓને લગ્નના બહાને લલચાવી હતી અને તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. મોહમ્મદ માઝીને મહિલાઓ સાથેની અંગત પળોના વીડિયો પણ રેકોર્ડ કર્યા હતા. માઝીન સામે પોલીસ કેસ થતા તે વિદેશ ભાગી ગયો હતો.

- Advertisement -

મહારાષ્ટ્ર પોલીસે મોહમ્મદ માઝીનને શોધવા માટે સીબીઆઈની મદદ માગી હતી. ત્યારબાદ સીબીઆઈની ઇન્ટરપોલ વિંગે દ્વારા આરોપી સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. રેડ નોટિસના આધારે યુએઈ એજન્સીઓએ આરોપીને તેમના દેશમાંથી શોધી કાઢી તેની અટકાયત કરી હતી. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતા મહારાષ્ટ્ર પોલીસની ટીમ UAE પહોંચી હતી અને આરોપીનો કબજો મેળવી તેને ભારત લવાયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular