CEO Nvidia trump share: વિશ્વની સૌથી મોટી AI ચિપ કંપની Nvidiaના બોર્ડે જેન્સન હુઆંગને ફરી એકવાર કંપનીના પ્રેસિડેન્ટ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને બોર્ડ ડિરેક્ટરના પદે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુઆંગનું જોરદાર સમર્થન કર્યું હતું. ટ્રમ્પે તેમને ‘મહાન દેશભક્ત’ અને ‘રાષ્ટ્રીય ધરોહર’ ગણાવ્યા હતા. હુઆંગની વાપસી અને ટ્રમ્પના નિવેદન બાદ રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો હતો અને પ્રી-માર્કેટ ટ્રેડિંગ દરમિયાન Nvidiaના શેરમાં આશરે 27થી 30 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
Nvidiaના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સત્તાવાર જાહેરાત કરીને જેન્સન હુઆંગને કંપનીના પ્રેસિડેન્ટ, CEO અને બોર્ડ ડિરેક્ટર તરીકે ફરી નિયુક્ત કર્યા હતા. આ નિર્ણય બાદ ટ્રમ્પે વિસ્તૃત નિવેદન જાહેર કરીને બોર્ડના નિર્ણયને ‘યોગ્ય અને વાજબી’ ગણાવ્યો હતો.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકી સરકાર પાસે એવો કોઈ પુરાવો નથી, જે જેન્સન હુઆંગની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી દર્શાવતો હોય. તેમણે હુઆંગને દેશભક્ત અને રાષ્ટ્રીય ધરોહર ગણાવીને તેમની વાપસીનું સ્વાગત કર્યું હતું.








