નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલા મકાનના સમારકામ દરમિયાન અકસ્માતમાં કામદારનું કમકમાટી ભર્યું મોટ નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા હોવાના અહેવાલ છે.
રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં નિખીલ ટાંકના મકાનનું સમારકાર છેલ્લા બે મહિનાથી ચાલી રહી હતી. દરમિયાન અચાનક છતનો ભાગ તૂટી પડતા નીચે કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના શ્રમિકનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકનું નામ બબલુભાઈ મોહનીયા છે જેઓ મધ્યપ્રદેશથી રાજકોટમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા. છતના ભાગ નીચે શ્રમિક દટાઈ જતા તાત્કાલીક 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરવામાં આવી હતી. બાદમાં 108 મારફતે ઘાયલ શ્રમિક બબલુભાઈ સહિત ત્રણ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં ધોળા દિવસે 30 લાખની લૂંટ મામલે ચોંકાવનારા સમાચાર, જૂઓ ફરિયાદીની કબૂલાતનો VIDEO
અકસ્માતમાં શ્રમિકનું મોત થતા તેમના પરિવાર શોકમાં ગરકાવ થયો હતો અને ભારે આક્રંદ મચાવ્યો હતો. મળતી વિગતો અનુસાર સ્થાનિકો જણાવે છે કે, ઘરના સમારકામની કામગીરીમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી ન હતી છતાં પણ છતનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટનાના કારણે ભૂકંપ આવ્યો હોય તેમ છત જમીન પર પટકાઈ હતી અને આસપાસમાં ધૂળની ડમરી ઉડતી જોવા મળી હતી. તેમજ આસપાસના સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઘાયલની મદદ કરવા દોડી ગયા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








