નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ(Gujarat Vidhyapith)માં છેલ્લા કેટલાક મહિનાઓથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC) દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિયુક્તિને ગેરલાયક ઠરાવવામાં આવી હતી, ત્યાર બાદ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો હતો કે, આગામી 17મી ફેબ્રુઆરી સુધીમાં તેમને કુલનાયકના પદ પરથી ખસેડી દેવામાં આવે. ત્યારે 17 ફેબ્રુઆરી પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ આજે રાજીનામું આપી દીધું છે અને ગુજરાતનાં રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે તાત્કાલિક તેમનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે UGC દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિયુક્તિને ગેરલાયક ઠેરવવામાં આવી હતી ત્યારે બાદ આ મામલો હાઈ કોર્ટ પહોંચ્યો હતો અને હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, UGCએ જે ભલામણ કરી છે તે યોગ્ય છે અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ UGCની ભલામણ મુજબ જ કાર્યવાહી કરે.
ગુજરાત હાઈ કોર્ટના આ આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત આ અંગે નિર્ણય કરે તે પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ પોતાની હાલાકીનું પૂર્વાનુમાન લગાડીને આજે રાજીનામું આપી દીધું છે અને કુલપતિ દ્વારા આ રાજીનામું ત્વરિત સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. હવે આગામી સમયમાં ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે ગુજરાત વિદ્યાપીઠના વરિષ્ઠ પ્રોફેસર ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796