Sunday, June 28, 2026
HomeGeneralમોડાસા: જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી શ્રમિક પિતાની 10 વર્ષીય પુત્રી અને 8...

મોડાસા: જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી શ્રમિક પિતાની 10 વર્ષીય પુત્રી અને 8 વર્ષીય પુત્રના અપહરણથી ચકચાર, પોલીસ દોડતી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મોડાસા : ગુજરાત રાજ્યમાં બાળકોનું અપહરણ કરી શહેરી વિસ્તારોમાં ભીખ મંગાવવાનું એક સુવ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું જેમાં મુખ્યત્વે ગરીબ અને શ્રમિક પરિવારના ભૂલકાઓનું અપહરણ કરનાર ટોળકીઓ સક્રિય છે. મોડાસા શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી પોલીસ ચોકી પાછળ ખુલ્લી જગ્યામાં રહેતા અને ભંગાર વીણવાનું કામ કરતા પિતા સાથે રહેતી ૧૦ વર્ષીય પુત્રી અને ૮ વર્ષના પુત્રનું અપહરણ થવાની ઘટના બહાર આવતા ભારે ચકચાર મચી છે. ૯ દિવસ અગાઉ ગુમ થયેલ બાળકોને તેના પિતા અને પરિવારે સંભવિત સ્થળોએ શોધખોળ કર્યા પછી પણ અતો-પત્તો ન લાગતા આખરે શ્રમિક પિતાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને બાળકોના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.



- Advertisement -

મોડાસા શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસચોકી પાછળ ખુલ્લી જગ્યામાં લક્ષ્મણભાઈ પોપટભાઈ દેવીપૂજક તેમની પત્નીના મૃત્યુ પછી ૧૦ વર્ષીય પુત્રી પુજા અને ૮ વર્ષીય પુત્ર અમર સાથે રહી શહેરમાં ભંગાર વિણી બંને બાળકોનું ભરણપોષણ કરી રહ્યા છે. તેમના બંને બાળકો પણ શહેરમાંથી પ્લાસ્ટીકનો ભંગાર ભેગો કરી પિતાની મદદ કરતા હતા ૯ દિવસ અગાઉ બંને બાળકો રમતા રમતા બજારમાં ગયા પછી મોડી સાંજે પરત ન ફરતા પિતા બેબાકળા બની આખા શહેરમાં શોધખોળ હાથધર્યા પછી ટીંટોઈ,હિંમતનગર દહેગામ સહીત અન્ય સંભવિત સ્થળોએ ભંગાર વીણવા ગયા હશે તેમ વિચારી તેમના સગા-સબંધીઓ શોધખોળ હાથધર્યા પછી પણ બંને બાળકો મળી ન આવતા આખરે લક્ષ્મણભાઈ દેવીપૂજકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે અપહરણનો ગુન્હો નોંધાવતા પોલીસે બંને અપહત્ય બાળકોને શોધી કાઢવા વિવિધ ટિમ બનાવી તપાસ હાથધરી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular