Friday, May 1, 2026
HomeGeneralVIDEO: મોટા પડદા પર પરત ફરશે દેશી સુપર હીરો 'શક્તિમાન', ટીઝર સાથે...

VIDEO: મોટા પડદા પર પરત ફરશે દેશી સુપર હીરો ‘શક્તિમાન’, ટીઝર સાથે ફિલ્મની જાહેરાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સે ભારતના સૌથી આઇકોનિક સુપરહીરો ‘શક્તિમાન’ (Shaktimaan)પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે, જેની સાથે જોડાયેલો એક વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મની ત્રણ સિરિઝ બનશે. મળતી માહિતી પ્રમાણે શક્તિમાનનું પાત્ર બોલિવૂડનો એક જાણીતો અભિનેતા ભજવશે. સ્ટુડિયોએ અભિનેતા-નિર્માતા મુકેશ ખન્નાની ભીષ્મ ઇન્ટરનેશનલ સાથે મળીને બ્રેવિંગ થોટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ બાળકોથી લઈને પુખ્ત વયના લોકો ઉત્સાહિત છે.



ગુરુવારે સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ શેર કર્યું હતું અને આઇકોનિક ફિલ્મ ‘શક્તિમાન’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ મલયાલમ, તેલુગુ અને તમિલ ઉપરાંત હિન્દી ભાષામાં પણ રિલીઝ થશે. ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓ સાથે મળીને આ ફિલ્મ બનાવશે. આ ફિલ્મને ઘણા અનોખા કોન્સેપ્ટ પર પ્રોડ્યુસ કરવામાં આવશે. એટલું જ નહીં, ફિલ્મ બનાવવામાં ઘણી નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. સોની પિક્ચર્સે વીડિયો શેર કરીને લખ્યું છે કે, “ભારત અને સમગ્ર વિશ્વમાં ઘણા સુપરહીરોની સુપર સફળતા પછી, હવે આપણા દેશી સુપર હીરોનો સમય આવી ગયો છે!”


શક્તિમાન આજની તારીખમાં ભારતની સૌથી પ્રતિષ્ઠિત સુપરહીરો બ્રાન્ડ રહી છે. તમને જણાવી દઇએ કે, 90ના દાયકામાં આ સીરિયલ ખૂબ જ લોકપ્રિય થઇ હતી. આ શોની લોકપ્રિયતા એટલી વધારે હતી કે રવિવારે લોકો પોતાના તમામ કામ પૂરા કર્યા બાદ તેની આતુરતાથી રાહ જોતા હતા. ખાસ કરીને બાળકોમાં આ શો લોકપ્રિય રહ્યો હતો. આ શોમાં મુકેશ ખન્ના શક્તિમાનના રોલમાં જોવા મળ્યા હતા. હવે ફિલ્મ મોટા પડદા પર શું કરી શકે છે, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular