Thursday, October 29, 2026
HomeGeneralઅરવલ્લી: વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ ટ્રાયલ સર્ટિફિકેટ માટે HNGU પાટણ 300 KM સુધીનો...

અરવલ્લી: વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ ટ્રાયલ સર્ટિફિકેટ માટે HNGU પાટણ 300 KM સુધીનો ધરમધક્કો, જિલ્લામાં સબસેન્ટરની માંગ પ્રબળ

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી) : અરવલ્લી જીલ્લાને રચના થયાને 8 વર્ષ જેટલો સમય વિતી ગયો પણ હજુ કેટલીક સુવિધાઓ મળતી નથી કે, આપવામાં નથી આવતે તેવા સવાલો ઉઠી રહ્યા છે. બીજુ કાંઇ ન મળે તો કાંઇ નહીં જિલ્લાના વિદ્યાર્થીઓને અરવલ્લી જિલ્લામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું એક સેન્ટર મળે તો પણ આપો. હાલ વિદ્યાસહાયકની ભરતી ચાલુ છે, પણ વિદ્યાર્થીઓને પાટણ સુધી ત્રણસો થી સાડા ત્રણસો કિલો મિટરનો ધક્કો ખાવો પડી રહ્યા છે. ભરતી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને એક્સટર્નલ ડિગ્રીના ટ્રાયલ સર્ટિફિકેટ લેવા માટે મેઘરજ, માલપુર કે બાયડ બોર્ડર વિસ્તારના તાલુકાના વિદ્યાર્થીઓને પાટણનો ત્રણસો કિલો મિટરનો ધક્કો ખાવો પડે છે. તો મોડાસા, ભિલોડા અને ધનસુરા તાલુકાના વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક ધક્કામાં સર્ટિફિકેટ મળી જાય તો નસીબ, બાકી બે ત્રણ ધક્કા તો ખાવા જ રહ્યા.




અરવલ્લી જિલ્લાની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓને નાની-નાની બાબતો માટે છેક યુનિવર્સિટી સુધી લાંબા થવાનો વારો આવે છે, પણ આ બાબતે યુનિવર્સિટીના સત્તાધિશો કે શિક્ષણ વિભાગ આ બાબતે કોઇ જ ધ્યાન ન આપતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. શિક્ષણના કહેવાતા શિક્ષણ વિદોને કદાય આવા ધક્કા ખાવા નહીં પડતાં હોય એટલે વિદ્યાર્થીઓના મનની વાત તેમને નહીં સમજાતી હોય. વિદ્યાર્થીઓને 300 કિલો મિટરના આવવા-જવાનો ધક્કો કદાચ એક હજાર રૂપિયાથી વધારે નો થતો હશે અને તેમાંય બસનો સમયસર મળવું અને સમયનો વ્યર્થ તો ખરો જ.

- Advertisement -

ડિગ્રી સર્ટિફિકેટની ફી યુનિવર્સટી પહેલા જ લે છે, પણ ઘરે સુધી નથી પહોંચ્યા…!!!

જ્યારે પરીક્ષાના ફોર્મ ભરાતા હોય અથવા તો પ્રવેશ થતો હોય તે સમયે જ એડવાન્સમાં જ ડિગ્રી સર્ટિફિકેટની ફી યુનિવર્સિટી દ્વારા લઇ લેવામાં આવતી હોય છે, પણ હજુ સુધી કેટલાય વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ નથી પહોંચ્યા અને આ માટે વિદ્યાર્થીઓને પાટણ સુધી યુનિવર્સિટીના ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. એક બાજુ વિદ્યાસહાયકની ભરતી ફોર્મ ભરવાનું ભારણ અને બીજી બાજુ ડિગ્રી સર્ટિ ન હોવાનું માનસિક ભારણ ઉમેદવારોની માનસિક અને શારીરિક હેરાનગતિ વધારી દીધી છે.

\


ડિજિટલની મોટી વાતો વચ્ચે એક્સટર્નલ વિદ્યાર્થીઓને પાટણ સુધી લાંબા કેમ થવું પડે છે….???

- Advertisement -

હાલ ડિજિટલ ગુજરાતની વાતો કરવામાં આવી રહી છે, તો પાટણ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં કેમ કંઇ વિચારતી નથી તેવા સવાલો હવે વિદ્યાર્થીઓના મનમાં ઉઠી રહ્યા છે. ડિજિટલની વાતો થઇ રહી હોય તો એક્સટર્નલ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને પાટણ સુધી કેમ ધક્કા ખાવા પડે છે ? આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રાયલ સર્ટિફિકેટ આપવા માટેની કેમ કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી ? જો ઓનલાઈન સુવિધા શક્ય ન હોય તો જે-તે કોલેજને કેમ આ કામગીરી સોંપવામાં નથી આવતા ? વિદ્યાર્થીઓને ધક્કા ખવડાવવામાં યુનિવર્સિટી સત્તાધિશોને મજા આવે છે કે શું ? વિદ્યાર્થીઓના હિતમાં કેમ કોઇ યોગ્ય નિર્ણય લેવામાં નથી આવતો ?

વિદ્યાર્થીઓની તકલીફનો યુનિ.સત્તાધીશો અને શિક્ષણ સંસ્થાન સાથે સંકળાયેલ તજજ્ઞો એક વાર કરે અનુભવ

યુનિવર્સિટીના સત્તાધિશો તેમજ શિક્ષણ સંસ્થાન સાથે સંકળાયેલા તમામ મહાન વિદ્વાનો એકવાર વિદ્યાર્થીઓની મનન વાત સાંભળે અને તેમની જગ્યાએ આવીને અરવલ્લીના છેવાડાના ગામડાથી પાટણનો ફેરો બસમાં લગાવે તો અહેસાસ જરૂરથી થશે કે, વિદ્યાર્થીઓને ધક્કા ખવડાવવા અથવા તો વારંવાર વિદ્યાર્થીઓ પાટણ આવે તે કેટલું કઠિન છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular