Friday, April 24, 2026
HomeGeneralસૌપ્રથમ વાર રંગબેરંગી ફુલાવરની ખેતી: ખેડૂતો અને લોકોમાં આકર્ષણ

સૌપ્રથમ વાર રંગબેરંગી ફુલાવરની ખેતી: ખેડૂતો અને લોકોમાં આકર્ષણ

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા): સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ફુલાવરની ખેતી કરતા ખેડૂતે સફેદ ફુલાવરની સાથે આ વર્ષે રંગીન ફુલાવરની ખેતી કરવામાં આવી છે. હોલસેલ બજારમાં હાલ રંગીન ફુલાવર એક નંગ ૨૫ રૂપિયા માં વેચાય છે. તો મોલો તથા છુટક બજાર માં ૪૦થી ૫૦ રૂપિયા માં એક નંગ વેચાય છે.




પ્રાંતિજ સહિત તાલુકા માં ફુલાવર ની ખેતી એ પ્રચલિત છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં સફેદ ફુલાવરની ખેતી પુષ્કર પ્રમાણ પણ થાય છે અને માંગ પણ છે અને જિલ્લા સહિત ગુજરાત મા અવ્વલ વન છે તો પ્રાંતિજથી હાલ સફેદ ફુલાવર રોજનું ૧૨૦૦ ટન થી પણ વધારે ગુજરાત ના અમદાવાદ , વાપી, સુરત, બરોડા, સહિત અન્ય રાજ્યોમાં દિલ્હી, મુંબઈ, રાજસ્થાનમાં પણ ખૂબજ માંગ છે. ત્યારે સફેદ ફુલાવર પકવતા આ ખેડૂતો માંથી હાલતો પ્રાંતિજ ના એક ખેડૂત કલ્પેશભાઇ જયંતિભાઇ પટેલ દ્વારા પોતાના ખેતરમાં સફેદ ફુલાવરની સાથે હાલ રંગીન ફુલાવરની ખેતી કરી છે જેમા પોતાના ખેતરમાં છ કલરના ફુલાવરની ખેતી કરી છે અને સફેદ ફુલાવર ની જેમ હાલ આ રંગીન ફુલાવર જાંબલી એટલે કે વેલેન્ટીના નામથી અને કેસરી (પીળુ) કેરોટિના નામથી અને ગ્રાન વરીયાળી તો ગ્રીન શંખ તથા સફેદ શંખના નામથી ઓળખાય છે તો શંખ ના આકારનુ ફુલાવર એક પ્રીસ ૧૦૦ રૂપિયામાં વેચાય છે તે સલાડમાં ઉપયોગ થાય છે.




હાલતો પ્રાંતિજ સહિત હોલસેલ બજારોના માર્કેટમાં એક નંગ-૨૫ રૂપિયા માં વેચાણ થાય છે અને મૌલો તથા બજાર માં એક નંગ-૪૦થી ૫૦ રૂપિયા માં વેચાય છે ત્યારે હાલતો આ ખેડૂત દ્વારા માત્ર ફોરેન ના ખેડૂતો દ્વારા કરવામાં આવતી રંગીન ફુલાવર ખેતીને લઇને ખેડૂત દ્વારા છેલ્લા બે વર્ષ થી રંગીન ફુલાવરની ખેતીનો પોતાના ખેતરમાં અખતરો કરવા માટે ફોરેનથી રંગીન ફુલાવરનું બિયારણ મગાવીને માત્ર અખતરો કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માં આ રંગીન ફુલાવર ની શરૂઆત કરવામાં આવી છે. તો ખેડૂત કલ્પેશભાઇનું કહેવું છે કે શરૂઆતમાં અહીના માર્કેટ માં રંગીન ફુલાવર વેચવું મુશ્કેલ હતું પણ હવે બજારમાં તથા મૌલમાં મુકાતા મહિલા તેના ફોટાઓ પાડે છે અને ખરીદી પણ કરે છે, તો અન્ય ખેડૂતો પણ બજારમાં માગ સાથે પોષણ ભાવ મળશે તો આવનાર દિવસમાં સફેદ ફુલાવરની સાથે સાથે રંગીન ફુલાવરની ખેતી તરફ વળશે તેમા કોઇ બે મત નથી.

ખેડૂત કલ્પેશભાઇ પટેલ નું શું કહેવું છે

છેલ્લા બે વર્ષ થી હુ રંગીન ફુલાવરનુ બિયારણ ફોરેન થી મંગાવી ખેતી કરૂ છું બિયારણ મોધુ હોય છે પણ ભાગ પણ એજ રીતે મળે છે અને મે મારા ખેતરમાં છ કલરના ફુલાવરની ખેતી સાથે નવી વેરાયટી ફલાવરની ખેતી કરી છે. અન્ય ખેડૂતો પણ કલર ફુલાવરની ખેતી કરવા અનુરોધ કર્યો હતો.




- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular