નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ઈરાન-અમેરિકા અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક પરિસ્થિતિઓમાં મોટા બદલાવ આવી રહ્યાં છે. London અને New York જેવા શહેરોમાં સોનું સાચવી રાખવું સુરક્ષિત મનાતું હતું, પરંતુ હવે વિવિધ દેશો સોનાનો જથ્થો પોતાની તિજોરીમાં પરત લાવી રહ્યાં છે. વિદેશમાં રહેલું Gold રાજકીય નિર્ણયોને કારણે ગમે ત્યારે ફસાઈ શકે છે તેવા કારણોસર ભારતે પણ હવે વિદેશમાં રહેલું માલિકીનું સોનું પરત મગાવી રહી (Indian government is bringing back gold from abroad) છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને અફઘાનિસ્તાનની સંપત્તિ ફ્રીઝ થવા જેવી ઘટનાઓએ કેન્દ્રીય બેંકોને વિચારવા મજબૂર કરી છે
ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) વિદેશમાંથી સોનું પરત લાવવાની પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ઝડપી બનાવી છે. ઑક્ટોબર 2025 થી માર્ચ 2026ના રિપોર્ટ અનુસાર, ભારતના કુલ 880.52 ટન સોનામાંથી હવે અંદાજે 77 ટકા એટલે કે 680 ટન સોનું (Gold owned by the Government of India) દેશની અંદર જ રાખવામાં આવ્યું છે. જ્યારે 197.67 ટન સોનું હજુ પણ બેંક ઑફ ઇંગ્લેન્ડ (Bank of England) અને બેંક ઑફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (Bank of International Settlements) પાસે છે અને 2.8 ટન સોનું ડિપોઝિટ (Gold deposit) તરીકે રાખેલું છે. છેલ્લા માત્ર 6 મહિનામાં જ RBI દ્વારા 104.23 ટન સોનું ભારત પરત મગાવી લેવાયું છે. માર્ચ 2023માં ભારત પાસે માત્ર 37 ટકા સોનું દેશમાં હતું. જે હવે વધીને 77 ટકા થઈ ગયું છે. ભારતની કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો 13.9 ટકા થી વધીને હવે 16.7 ટકા થયો છે.








