Saturday, May 2, 2026
HomeGujaratJamnagarJamnagar : પત્ની વિશે ટિપ્પણી કરતો હોવાથી પથ્થરના ઘા કરી મિત્રને પતાવી...

Jamnagar : પત્ની વિશે ટિપ્પણી કરતો હોવાથી પથ્થરના ઘા કરી મિત્રને પતાવી દીધો હોવાની આરોપીની કબૂલાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર બેઠા પુલ નજીક નદીના પટમાંથી મળેલી નેપાળી યુવાનની હત્યા કરાયેલી લાશ (Jamnagar Nepali youth murder case) ના મામલાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જામનગર પોલીસે હત્યારાની ધરપકડ (Jamnagar police arrested murderer) કરી લીધી છે. પકડાયેલા આરોપીએ તેના મિત્રની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.

પ્રણામી નગર પાછળ આવેલા બેઠા પુલ નજીકથી પસાર થતી નદીના પટમાં એક યુવાનની લાશ તાજેતરમાં જામનગર સિટી એ ડિવિઝન પોલીસને મળી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન અજાણ્યા શખસનું નામ તપેન્દ્ર જંખર સાવત (ઉ. 28 મૂળ રહે. નેપાળ) જાણવા મળ્યું હતું. આ મામલામાં જામનગર પોલીસે કેટલાંક શકમંદોની પૂછપરછ કરી હતી. જેમાં એક નેપાળી શખસ રામબહાદુર ઉર્ફે રાકેશ પર શંકા મજબૂત બનતા તેની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી લેતા ધરપકડ કરવામાં આવી હોવાનું ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા (Jayvirsinh Zala DySP) એ જણાવ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular