Thursday, June 11, 2026
HomeGujarat'સુલેમાની પથ્થર'ના નામે કરી જોખમી વિધિઃ 20 કરોડમાં વેચવા ફરતા ભાવનગરના શખ્સો...

‘સુલેમાની પથ્થર’ના નામે કરી જોખમી વિધિઃ 20 કરોડમાં વેચવા ફરતા ભાવનગરના શખ્સો વડોદરામાં પકડાયા

- Advertisement -

Sulemani Patthar (stone) Vadodara case: આપણે ત્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નથી મરતા એવું કહેવાય જ નહીં જીવાય પણ છે. ઠીક ઠાક જીંદગી પાટે ચઢે ત્યાં તેને ફૂલ સ્પીડમાં દોડાવવા માટે લોકો કોઈને કોઈની ગમે તેવી વાત પર ભરોસો મુકી બોટલમાં ઉતરી જ જતા હોય છે. આવા ઘણા કેસ સામે આવ્યા છે, લોકોએ પૈસા ગુમાવ્યા, આબરુ ગુમાવી, જીવ પણ ગુમાવી ચુક્યા છે. છતા ધૂતારાઓને કોઈના પર દયા આવે તેવી આશા તમે તો ના જ રાખતા. આવી જ એક ઘટના બસ થતા થતા રહી ગઈ હોય તેવું કાંઈક વડોદરાની કપુરાઈ પોલીસે કરી બતાવ્યું છે. પોલીસને એક માહિતી મળી હતી કે કેટલાક શખ્સો 20 કરોડ રૂપિયામાં સુલેમાની પથ્થરના નામે ચમત્કારિક પથ્થર હોવાનું કહી કોઈને બોટલમાં ઉતારાય તેની તૈયારીમાં છે.

વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશને એક ચોંકાવનારા ઠગાઈના કાવતરાનો પર્દાફાશ કરીને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પોતાને પાસે રહેલો કથિત ‘સુલેમાની કાળો પથ્થર’ કોઈપણ પ્રકારની ઈજા થવા દેતો નથી અને તેની કિંમત ₹20 કરોડ હોવાનું કહી વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

- Advertisement -

પોલીસ ફરિયાદ મુજબ, આરોપી વિજયસિંહ ગોહિલે ફરિયાદી યોગેશભાઈ પડંડ્યાનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તેની પાસે એક ચમત્કારિક સુલેમાની પથ્થર છે, જે રાખવાથી ચપ્પુ કે અન્ય હથિયારથી ઈજા થતી નથી. આ દાવાને સાચો સાબિત કરવા માટે તેણે વીડિયો પણ મોકલ્યા હતા.

ફરિયાદીએ ડેમો જોવા માટે બોલાવતા વિજયસિંહ ગોહિલ તથા તેના સાગરિતો મહેબુબ પાઠાણ અને અકરમશા ખોખર કપુરાઈ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક વ્યક્તિના હાથમાં કાળો પથ્થર પકડાવી કાતરથી વાળ કાપવાનો, બ્લેડ ચલાવવાનો અને ચપ્પુ વડે હુમલો કરવાનો દેખાવ કરીને પથ્થરની ‘ચમત્કારિક શક્તિ’ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે શંકા જતાં ફરિયાદીએ પથ્થર ખરીદવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી પાસેથી ₹50,000ની માંગણી કરીને ધમકી પણ આપી હતી.

આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે કપુરાઈ ચોકડી નજીકથી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી કાળો પથ્થર, ચપ્પુ, કાતર, બ્લેડ તેમજ ચાર મોબાઈલ ફોન મળી કુલ ₹40,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

- Advertisement -

પકડાયેલા આરોપીઓની ઓળખ વિજયસિંહ જુવાનસિંહ ગોહિલ (શિહોર, ભાવનગર), મહેબુબ ઈસ્માઈલભાઈ પાઠાણ (પાલીતાણા) અને અકરમશા ઈકબાલશા ખોખર (પાલીતાણા) તરીકે થઈ છે. કપુરાઈ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular