NDA Passing Out Parade 2026 : નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષા ઉર્તીણ કરનારી દેશની 14 દીકરીઓએ એક વર્ષની કપરી તાલીમ પૂર્ણ કરી આજે સત્તાવાર રીતે આર્મી અને એરફોર્સમાં ઑફિસર (14 women become officers at National Defence Academy) બની ગઈ. આજનો દિવસ ભારતીય સેના અને દેશની મહિલાઓ માટે અત્યંત ગૌરવશાળી સાબિત થયો છે. ડિફેન્સ ફોર્સમાં 14 દીકરીઓ અધિકારી બનતા ઇતિહાસ (History created in Indian Defence Force) રચાયો છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેહરાદૂનમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu) અને હૈદરાબાદમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમી (IMA) અને હૈદરાબાદની ડુંડીગલ એરફોર્સ એકેડમીમાં શાનદાર પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. 1 ઑક્ટોબર 1932ના રોજ સ્થાપાયેલી દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમીના 94 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આવો નજારો જોવા મળ્યો હતો. IMA ના ઇતિહાસમાં પ્રથમવાર 9 મહિલા કેડેટ્સે પુરુષ કેડેટ્સની સાથે ખભેથી ખભો મિલાવીને લાસ્ટ સ્ટેપ પાર કર્યો કર્યો અને આર્મી ઓફિસર બની ગઈ. હૈદરાબાદ એરફોર્સ એકેડમીમાંથી કુલ 231 ફ્લાઇટ કેડેટ્સ પાસ આઉટ થયા છે. જેમાં NDA બેચની 5 મહિલા કેડેટ્સ વાયુસેનામાં ઓફિસર તરીકે કમિશન થઈ છે.








