Ankita Bhandari Murder Audio Case : ઉત્તરાખંડના ચકચારી અંકિતા ભંડારી હત્યા કેસ (Ankita Bhandari murder case) સાથે જોડાયેલા કથિત ઓડિયો વિવાદમાં Ex BJP MLA Suresh Rathore ની પોલીસે ધરપકડ કરી છે. એક ઓડિયો ક્લિપ દ્વારા ભાજપના નેતા સુરેશ રાઠોડનું નામ અંકિતા ભંડારી હત્યા કેસમાં જોડવાનો આરોપ છે. જે અનુસંધાને દેહરાદૂન પોલીસે કાર્યવાહી કરી છે. અત્રે નોંધનીય છે કે, વાસ્તવમાં આ સમગ્ર મામલો ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત કુમાર ગૌતમની ફરિયાદ બાદ આગળ વધ્યો છે.
ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત કુમાર ગૌતમે (Dushyant Kumar Gautam) આરોપ લગાવ્યો હતો કે, સુરેશ રાઠોડ અને ઉર્મિલા સનાવર સાથે જોડાયેલી કેટલીક ઓડિયો-વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવી રહી છે. આ કૃત્ય પાછળનો હેતુ તેમની અને ભાજપના અન્ય મોટા નેતાઓની છબીને ખરાબ કરવાનો છે. દુષ્યંત ગૌતમ ઉપરાંત આરતી ગૌર નામની મહિલાએ પણ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
ધરપકડ કરાયેલા સુરેશ રાઠોડે પોતાની સામે લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા. દેહરાદૂન અને હરિદ્વાર જિલ્લામાં નોંધાયેલી ચાર ફરિયાદને ઉત્તરાખંડ હાઈકોર્ટમાં સુરેશ રાઠોડે પડકારી હતી. આ મામલે સુનાવણી કરતી વખતે ઉત્તરાખંડ હાઇકોર્ટે (Uttarakhand High Court) ચારમાંથી બે FIR રદ કરી દીધી હતી. જ્યારે બાકીની બે FIR રદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. હાઇકોર્ટે આરતી ગૌર અને દુષ્યંત ગૌતમ તરફથી નોંધાવવામાં આવેલી FIR પર પોલીસ તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે સુરેશ રાઠોડની ધરપકડ થઈ છે.








