Monday, May 25, 2026
HomeGujaratહેલ્થ વર્કરનું નકલી ડિગ્રી કૌભાંડ આવ્યું સામે, 10 વર્ષથી નકલી ડિગ્રી પર...

હેલ્થ વર્કરનું નકલી ડિગ્રી કૌભાંડ આવ્યું સામે, 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરવા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News: ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટવાની વાત હજી તાજી છે, ત્યારે નકલી ડિગ્રી પર નોકરી કરી રહેલા કર્મચારીઓને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. નકલી સર્ટિફિકેટ લઈ 10 વર્ષથી નોકરી કરી રહેલા 11 હેલ્થ વર્કરોનું (Health Worker) નકલી ડિગ્રી કૌભાંડ (Fake degree Scam)સામે આવતા જીલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જીલ્લામાં આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી રહેલા 11 હેલ્થ વર્કર્સ 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરી રહ્યા હોવાનું રાજ્ય વિકાસ કમિશ્નરની તપાસ દરમિયાન સામે આવ્યું છે. માર્ચ 2023થી ડિગ્રી સર્ટિફિકેટ મામલે તપાસ ચાલી રહી હતી, ત્યારે મહેસાણા જીલ્લામાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી રહેલા 11 લોકોએ અન્ય રાજ્યોની યુનિવર્સિટીમાંથી નકલી ડિગ્રીના સર્ટિફિકેટ મેળવ્યા હતા અને નકલી ડિગ્રી પર નોકરી કરી રહ્યા હતા. ત્યારે રાજ્ય વિકાસ કમિશ્નરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા 11 લોકો 10 વર્ષ જેટલા લાંબા સમયથી નકલી સર્ટીથી નોકરી કરી રહ્યા હોવાનું સામે આવતા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ 10 લોકો પાસે 15 દિવસમાં નકલી ડિગ્રી મામલે ખુલાસો માગવામાં આવ્યો છે. તેમજ હવે તમામ 10 લોકોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ નકલી ડિગ્રી પર નોકરી કરી રહેલા લોકો તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર સહિતની યુનિવર્સિટીની ડિગ્રી પર નોકરી લીધી હતી. નકલી ડિગ્રી પર નોકરી કરી રહેલા લોકો વર્ષ 2011-12 માં હેલ્થ વર્કર તરીકે નોકરી લાગ્યા હતા. હાલ આ 11 હેલ્થ વર્કર ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણામાં નોકરી કરી રહ્યા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular