Monday, February 17, 2025
HomeInternationalફાંસીની સજા મામલે નેવીના 8 ભૂતપૂર્વ અધિકારીઓને કોન્સ્યુલર અને કાયદાકીય મદદ પૂરી...

ફાંસીની સજા મામલે નેવીના 8 ભૂતપૂર્વ અધિકારીઓને કોન્સ્યુલર અને કાયદાકીય મદદ પૂરી પાડીશું: અરિંદમ બાઘચી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કતાર: ભારતીય નૌકાદળના (Indian Navy) 8 ભૂતપૂર્વ અધિકારીઓ પર આરોપ છે કે, તેઓ કરાતની સબમરીન પ્રોજ્ક્ટ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી ઈઝરાઈલને પૂરી પાડતા હતા. સબમરીન પ્રોજેકટ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર કતારની કોર્ટે (Qatar Court) ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓને ઓક્ટોબર મહિનામાં ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. એવામાં ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય નૌકાદળના અધિકારીઓના બચાવમાં કતારની ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. ત્યારે ભારતીય રાજદૂત અરિંદમ બાઘચીએ (Arindam Bagchi) મૃત્યુદંડની સજા પામેલા ભૂતપૂર્વ અધિકારીઓની મદદ માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તે અંગે નિવેદન આપ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઓક્ટોબર મહિનામાં કતારની કોર્ટે ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને સબમરીન પ્રોજેકટ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી ઈઝરાયલને પૂરી પાડવાના આરોપસર ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. જો કે કતાર દ્વારા આ બાબતે વિગતવાર કોઈ માહિતી આજ સુધી આપવામાં આવી નથી. ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓએ દોહા સ્થિત અલ દોહરા નામની કંપનીમાં કામ કરતાં હતા. ત્યારે જાસૂસીના આરોપસર પકડવામાં આવેલા અને ફાંસીની સજા પામેલા અધિકારીઓએ વતી ભારત સરકાર દ્વારા કતારની ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવામાં છે. જો કે આ અગાઉ કોર્ટ દ્વારા અપીલ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો પણ ભારત સરકારના પ્રયાસો બાદ કતારની કોર્ટે અપીલ સ્વીકારી હતી. ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાઘચીએ નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓએ સાથે મુલાકાત કરી હતી અને તે બાબતે માહિતી આપતા કહ્યું કે, ફાંસીની સજા મામલે કરાયેલી અપીલ બાબતે બે સુનાવણી થઈ ગઈ છે. પ્રથમ સુનાવણી 23 અને બીજી સુનાવણી 30 નવેમ્બરે હાથ ધરવામાં આવી હતી. આ કેસને નજીકથી ફોલો કરવામાં આવી રહ્યો છે. આ એક સંવેદનશીલ મુદ્દો છે પણ અમારાથી જે કાઈ થઈ શકશે તે કરીશું. વધુમાં અરિંદમ બાઘચીએ જણાવ્યુ કે, તમામ પ્રકારની કોન્સ્યુલર તેમજ કાયદાકીય મદદ કરવામાં આવી રહી છે.

- Advertisement -

કતારની કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓમાં કમાન્ડર પુરણેન્દુ તિવારીને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ એનાયત થયો હતો. ફાંસીની સજા પામેલા તમામ ભૂતપૂર્વ અધિકારીઓએ પ્રામાણિકપૂર્વક ફરજ બજાવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular