Wednesday, May 20, 2026
HomeGujaratશિક્ષકોએ ફરી સરકાર સામે મોરચો માંડ્યો, આવતીકાલે 11 સ્થળોથી શિક્ષકો મોટી સંખ્યામાં...

શિક્ષકોએ ફરી સરકાર સામે મોરચો માંડ્યો, આવતીકાલે 11 સ્થળોથી શિક્ષકો મોટી સંખ્યામાં કરશે પદયાત્રા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News: ગુજરાતની સરકારે સતત કોઈને કોઈ બાબતોને લઈ આંદોલનોનો સામનો કરવો પડ્યો છે. કોઈ બાબતે અસંતોષ આંદોલનનું મૂળ કારણ હોય છે. આશા વર્કરોથી માંડી જ્ઞાન સહાયકના ઉમેદવારો તથા હવે ફરજ બજાવી રહેલા રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો પણ તેમની પડતર માગણીઓને લઈ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે, ત્યારે આવતીકાલે રાજ્યના હજારો શિક્ષકો પડતર માગોને લઈ પદયાત્રા કરવાના સમચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં ફરજ બજાવી રહેલા શિક્ષકોએ (Teachers) સરકાર સમક્ષ કેટલીક માગણીઓ રજૂ કરી હતી. જેમાં 2005 પહેલા સરકારી શિક્ષક તરીકે જોડાયેલા કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનામાં (Old pension Scheme) સમાવી લેવા, જૂની પેન્શન યોજનાનો લાભ આપવા તથા ગ્રાન્ટ વધારો તેમજ શિક્ષકોને બદલીના લાભ સહિતની માગોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર માગોને લઈ સરકારને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તથા શિક્ષકોની માગણીઓ સ્વીકારાશે નહીં તો આંદોલન કરવાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ચીમકી પણ ઉચ્ચારી હતી.

- Advertisement -

જો કે સરકારે શિક્ષકોની પડતર માગોને મૌખિક રીતે સ્વીકારી હતી. પણ તે બાબતે કોઈ સત્તાવાર ઠરાવ સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો ન હતો. જેના કારણે શિક્ષકો દ્વારા આવતીકાલે પદયાત્રા કરીને વિરોધ કરવામાં આવશે. સાથે જ શિક્ષકોની પદયાત્રા 11 સ્થળેથી કાઢવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 9મી ડિસેમ્બરે સરકારની સામે રાજ્યભરમાં પદયાત્રા યોજીને મહાપંચાયત કરશે, જેમાં પડતર માગણીઓને લઇને વિરોધ નોંધાવશે. પદયાત્રામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્યો, વહીવટી સંગઠનો તેમજ સંચાલકો જોડાશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular