Friday, June 5, 2026
HomeGujaratGandhinagarવર્ગ-3ની ભરતીની પરીક્ષામાં થયો મોટો ફેરફાર, કોઈ વેઈટિંગ લિસ્ટ નહીં

વર્ગ-3ની ભરતીની પરીક્ષામાં થયો મોટો ફેરફાર, કોઈ વેઈટિંગ લિસ્ટ નહીં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવાર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ગ-3ની ભરતી પરીક્ષા (Class-3 recruitment exam) અંગે ગુજરાત સરકારે (Gujarat Government) મોટો ફેરફાર કર્યો છે અને ભરતી પરીક્ષા અંગે નવા નિયમો લાદવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર હવેથી જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની સંયુક્ત પરીક્ષા યોજાશે. અગાઉ આ પરિક્ષા અલગ-અલગ લેવામાં આવતી હતી. મુખ્યમંત્રીની (Chief Minister of Gujarat) અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિષ્ણાતો સાથેની ચર્ચાઓ બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે. સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામામાં હવે વર્ગ 3ની પરીક્ષામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જાહેરનામાં મુજબ વર્ગ 3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવે. ઉપરાંત વર્ગ 3ની ભરતી પરીક્ષા માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા મુજબ વર્ગ 3ની પરીક્ષા બે રીતે લેવામાં આવશે, પહેલા પ્રિલીમ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. જ્યારે મેરિટ મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ જાહેર કરવામાં આવશે. આ નિયમ જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે બદલાયા છે. હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે અને હવેથી ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular