નવજીવન ન્યૂઝ. પાટણ: પાટણ (Patan) જિલ્લાના સિદ્ધપુર ખાતે (Siddhpur) બે દિવસ અગાઉ નગરપાલિકાની પાણીની લાઈનમાંથી મૃતદેહના અવશેષો (Human remains) મળી આવતા સમ્રગ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સિદ્ધપુરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી ખોદાકામ દરમિયાન પાણીની લાઈનમાંથી માનવ શરીરના ટુકડા મળી આવ્યા હતા. જેને લઈ પાલિકાના કર્મચારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. સમ્રગ મામલે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહના અવશેષોને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. સિદ્ધપુરમાં સરકારી હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, મૃતદેહ પ્રાણીનું છે કે માનવનું તેની તપાસ ચાલી રહી છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. બીજી તરફ છેલ્લા 12 દિવસથી સિદ્ધપુરની એક યુવતી ગુમ છે. યુવતીની ભાળ ન મળતા પરિજનો અને સમાજના લોકોએ વિરોધ નોંધવી ન્યાય માગણી કરી જેને લઈ આ મૃતદેહ યુવતીનું તો નથી ને તે દિશામાં પાટણ LCB દ્ઘારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : પાટણમાં પાણીની પાઈપ માંથી મળ્યો મૃતદેહ! કેવી રીતે મળ્યો મૃતદેહ જાણીને ચોંકી જશો
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 12 દિવસથી સિદ્ધપુરમાં એક યુવતી ગુમ છે. જેને લઈ તેના પરિજનો અને સમાજના અગ્રણીઓએ ગતરોજ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. યુવતીની શોધખોળ કરી યોગ્ય ન્યાયની માગણી કરી હતી. પરંતુ પાણીની લાઈનમાંથી મળી આવેલા મૃતદેહ મામલે રહસ્ય જોવા મળી રહ્યું છે. યુવતીનો મૃતદેહ પાણીની ટાંકીમાં આવ્યો કેવી રીતે, કોઈએ તેની હત્યા કરીને પાણીની ટાંકીમાં ફેકી છે કે પછી યુવતીએ આત્મહત્યા કરી છે. તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જે તપાસનો વિષય બન્યા છે.
ગુમ થનારી યુવતીના પરિજનોએ જણાવ્યું હતું કે, “12 દિવસ અગાઉ દીકરી મંદિરમાં દર્શન કરવા જાવ છું. તેમ કહી ઘરેથી નીકળી હતી. દર્શન કરવા ગઈ ત્યારબાદથી પાછી આવી જ ન હતી. જેને લઈને અમે દીકરીની શોધખોળ હાથધરી હતી. 12 દિવસ જેટલો સમય વીતી ચુક્યો છે, હજુ સુધી દીકરીની કોઈ ભાળ મળી નથી. તાજેતરમાં સમાચાર મળ્યા છે કે બે વિસ્તારમાંથી યુવતીના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે. પરંતુ હજુ સુધી પૂરી બોડી મળી આવી નથી. આ મૃતદેહના અવશેષો ગુમ થેયલી યુવતી છે કે નહીં તેને લઈ LCBની ટીમ દીકરીનું ઓઢણું અને કંગન તપાસ માટે લઈ ગઈ છે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








