Tuesday, June 2, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના અતિવ્યસ્ત વિસ્તારમાં આંગડિયાઓ પાસેથી 50 લાખની લૂંટ

અમદાવાદના અતિવ્યસ્ત વિસ્તારમાં આંગડિયાઓ પાસેથી 50 લાખની લૂંટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ : અમદાવાદના (Ahmedabad)અતિવ્યસ્ત વિસ્તારમાંથી આજ રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી 50 લાખની લૂંટ(Angadia firm Rs. 50 lakhs Loot) થઈ છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન (Navrangpura Police Station) વિસ્તારમાં આવેલા નેહરુબ્રિજ પાસે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ડિ. નરેશ આંગડિયા પેઢીના કર્મચારી કમલેશ પ્રજાપતિ અને અન્ય એક કર્મચારી 50 લાખ રૂપિયા એક્ટિવાની આગળ બેગમાં મૂકીને એક અન્ય પેઢીમાં જતા હતા. કમલેશ અને તેમના સાથીદાર જ્યારે ચાર વાગ્યાની આસપાસ નેહરુબ્રિજ પહોંચ્યા ત્યારે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ એક્ટિવા પર આવ્યા હતા અને તેમણે આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી બેગ ઝૂંટવી લીધી હતી.

હજુ આંગડીયા કર્મચારી કંઈ સમજે તે પહેલાં તો આ ત્રણેય લૂંટ કરીને એક્ટિવા પર ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ આંગડિયા પેઢીના કર્મચારીઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા. જોકે ત્યાં સુધી લૂંટારુઓ ફરાર થઈ ચૂક્યા હતા. ફરીયાદી કમલેશ પ્રજાપતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશને લૂંટની ઘટના અંગે જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને કર્મચારીનું નિવેદન નોંધી પોલીસ આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ કરી રહી છે.

- Advertisement -

આ અંગે નવરંગપુરા સ્ટેશનના પી. આઈ. એ. એ. દેસાઈએ આ સમગ્ર ઘટના અંગે જણાવતાં કહ્યું હતું કે સાંજે 4 વાગ્યાની આસપાસ નેહરુબ્રિજ પાસે આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પાસેથી પચાસ લાખની લૂંટ થઈ છે. આ ઘટનામાં ત્રણ લૂંટારુઓ એક્ટિવા પર આવીને 50 લાખની બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આંગડિયા પેઢીના કર્મચારી કમલેશ પ્રજાપતિએ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular