Friday, June 5, 2026
HomeNationalકર્ણાટકમાં થશે સત્તા પરિવર્તન! કોંગ્રેસ 115 સીટ પર આગળ, તમામ MLA માટે...

કર્ણાટકમાં થશે સત્તા પરિવર્તન! કોંગ્રેસ 115 સીટ પર આગળ, તમામ MLA માટે રિસોર્ટ બુક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બેંગલુરૂઃ Karnataka Election Result 2023 LIVE Updates: કર્ણાટક માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ કે આજે સવારે 8 વાગ્યાથી કર્ણાટક વિધાનસભા 2023ની ચૂંટણીની મત મતગણતરી શરૂ થઈ છે. 10 મેના રોજ કર્ણાટકની 224 વિધાનસભા બેઠકો પર 72.82 ટકા લોકોએ મતદાન કર્યું હતું. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામના શરૂઆતથી જ કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં કોંગ્રસ (Congress in Karnataka) દ્વારા વિજય ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે હજી મત ગણતરી ચાલી રહી છે, મત ગણતરી પુર્ણ થયા બાદ સ્પષ્ટ થશે કે આખરે કોણ કર્ણાટકમાં સરકાર બનાવશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી (Karnataka Assembly Elections) અંતર્ગત મત ગણતરી ચાલી રહી છે. તમામ 224 બેઠકોના ટ્રેન્ડ આવી ગયા છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ 115 સીટો પર, બીજેપી 79 અને જેડીએસ 25 સીટો પર આગળ છે. દિલ્હી અને કર્ણાટક સહિત દેશભરમાં કોંગ્રેસ કાર્યાલયોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે 10 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 224 સીટો પર મતદાન થયું હતું. જોકે આ વખતે મતદાન 73.19 ટકા હતું, જે 2018ની ચૂંટણી કરતાં 1% ઓછું છે. ત્રણેય ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. પરિણામ જાહેર થતાં કોંગ્રેસ પણ બેકફુટ પર આવી ગઈ છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો માટે બેંગલુરૂમાં એક રિસોર્ટ બુક કરાવી દેવામાં આવ્યો છે. જ્યાં તમામ ધારાસભ્યોને લઈ જવામાં આવશે. કર્ણાટકમાં ફરી 2018ની જેમ તોડજોડની નીતી ન થાય તે માટે અગાઉથી કોંગ્રેસ દ્વારા તકેદારી રાખવામાં આવી છે.

- Advertisement -

જો એક્ઝિટ પોલની વાત કરીએ તો કોંગ્રેસને 4માં બહુમતી આપવામાં આવી છે. એક સર્વેમાં ભાજપની સરકાર બનાવવાની આગાહી કરવામાં આવી છે અને 6 સર્વેમાં ત્રિશંકુ વિધાનસભાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એચડી કુમારસ્વામીની પાર્ટી જનતા દળ સેક્યુલરે કહ્યું છે કે, કોંગ્રેસ અને ભાજપ બંનેએ તેમનો સંપર્ક કર્યો છે. ભાજપે આ વાતને નકારી કાઢી છે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું છે કે, અમે કોઈ પક્ષનો સંપર્ક કર્યો નથી.

અગાઉના ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો, વર્ષ 2019માં કોંગ્રેસને 104, ભાજપને 70 અને JDS 32 સીટ મળી હતી. જોકે પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસે JDSને ટેકો આપીને ગઠબંધનવાળી સરકાર બનાવી હતી. પરંતુ આ ગઠબંધન લાંબો સમય ચાલ્યું નહીં. કર્ણાટકમાં તોડજોડની નીતી અપનાવતા કોંગ્રેસ અને JDSના 45 જેટલા ધારસભ્યોએ ભાજપમાં જોડાયા હતા. જેના કારણે કર્ણાટકમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું હતું. કર્ણાટકમાં ભાજપે સત્તા ખેંચી લેતા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી યેદુરપ્પાને મળી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular