Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં તસ્કરો બેફામ, આંગડિયા પેઢીના કર્મચારીની 50 લાખ ભરેલી બેગ લૂંટી થયા...

અમદાવાદમાં તસ્કરો બેફામ, આંગડિયા પેઢીના કર્મચારીની 50 લાખ ભરેલી બેગ લૂંટી થયા ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Angadia Loot Case : અમદાવાદમાં લૂંટારાઓ (Robbers) બેફામ બની એક પછી એક લૂંટની (Loot) ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. લૂંટારાઓને પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેવી રીતે લોકોને હથિયારની અણીએ કે પછી બેગ ઝૂંટવી શિકાર બનાવી રહ્યા છે. ત્યારે વધુ એક લૂંટનો બનાવ અમદાવાદના પોશ ગણાતા એવા સીજી રોડ વિસ્તારમાંથી (CG Road) સામે આવ્યો છે. જ્યાં બાઈક પર આવેલા બે લૂંટારાઓ એકટિવા પર જઇ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીની પૈસા ભરેલી બે બેગ ઝૂંટવી ફરાર થયા હતા. લૂંટની(robbery) ઘટનાને પગલે નવરંગપુરા પોલીસનો (Ahmedabad Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સી.સી.ટી.વી. આધારે લૂંટારાઓની તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજે 5 વાગ્યાના અરસામાં આર અશોક આંગડિયા પેઢીના એક કર્મચારી બે જુદી જુદી બાન્ચ્રમાં તેમને 50-50 લાખ જમા કરાવવાના હોય 1 કરોડ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળ્યા હતા. સી.જી.રોડ ખાતે આવેલા લાલ બંગલા સુપર મોલ પાસે પહોંચ્યા જે દરમિયાન બે લૂંટારાઓ પૂરઝડપે બાઈક પર આવી કર્મચારીની એક્ટિવા આગળ મુકેલી બેગની ચિલઝડપ કરી પળભરમાં ત્યાંથી નાસી છુટ્યા હતા. આ સમગ્ર લૂંટની ઘટના અંગે તે કર્મચારીએ તેની કંપનીને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરતા નવરંગપુરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કર્મચારીએ તેની સાથે બનેલી લૂંટની સમ્રગ ઘટનાની આપવીતી પોલીસને જણાવી હતી. જેને લઈ પોલીસે આજુબાજુના સી.સી.ટી.વી.ના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા નવરંગપુરા પોલીસ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.

- Advertisement -

આ લૂંટની ઘટના અંગે નવરંગપુરાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. વી. પટેલે જણાવ્યું હતુ કે, “અશોક આર નામની આગંડિયા પેઢીના કર્મચારી વિરેન્દ્ર દવે પોતાના શેઠના કહેવા મુજબ ઇસ્કોન આર્કેડમાં આવેલી આઈસ આંગડિયા પેઢીમાંથી 50 લાખ રૂપિયા લઈ સ્વસ્તિક ચાર રસ્તા થઈ આશરે 4.30 વાગ્યાના અરસામાં સી.જી.રોડ લાલ બંગલો સુપર મોલના સામેથી પસાર થતા હતા. તે દરમિયાન કાળા કલરની બાઈક પર આવેલા બે જેટલા હેલ્મેટધારી શખ્સોએ એકટિવા આગળ મૂકેલી પૈસા ભરેલી બેગ ઝૂંટવી નાસી છુટ્યા હતા”. જે દિશામાં લૂંટારાઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ અમદાવાદમાં આ પ્રકારની લૂંટની ઘટનાઓ છાશવારે સામે આવતી હતી. પરંતુ હવે પશ્ચિમ અમદાવાદમાં પણ લૂંટની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular