નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના (Surendranagar) રોજાસર ગામ પાસે તીનપત્તનો જુગાર (Gambling) રમતા વ્યક્તિઓને પાણશીણા પોલીસે (panshina police) પકડી પાડ્યા છે. જુગારીઓ જાહેરમાં એકત્રિત થઈને રાત્રિના સમયે હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા. તે દરમિયાન પાણશીણા પોલીસની ટીમ ઘટનાસ્થળે ત્રાટકી હતી. જેને લઈ જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે ત્રણ જેટલા વ્યક્તિઓને ઘટનાસ્થળેથી પકડી પાડ્યા હતા અને ત્રણ આરોપીઓ ભાગી ગયા હતા. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી જગ્યા પરથી 52 પત્તા 13400 રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાણશીણા પોલીસની ટીમ રાત્રે 11 વાગ્યાના સુમારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રોજાસર ગામ ખાતે કેટલાક લોકો ચીકા પરાલીયાના ઘર આગળ લાઈટ વાળી જગ્યાએ જાહેરમાં ટોળા બની તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના અધારે પાણશીણા પોલીસની ટીમ બાતમી વાળી જગ્યા ત્રાટકી હતી. જેમાં પોલીસે જુગારીઓને કોર્ડન કરતા નાસભાગ મચી હતી. જેમાં ત્રણ જેટલા જુગારી ઝડપાઈ ગયા હતા અને ત્રણ ભાગી ગયા હતા. ત્રણેય જુગારીઓને રાઊન્ડ અપ કરી પોલીસે પૂછપરછ કરતા ચીકા પરાલીયા હાથમાંથી જુગારના 3 પત્તા 5040 રોકડા રૂપિયા જેટલી રકમ મળી આવી હતી. તેમના ઘર આગળ જુગાર ચાલી રહ્યુ હતું. કરણશી ઘોરળીયા જેના હાથમાંથી 3 પત્તા અને 4400 રૂપિયા રોકડ રકમ મળી આવી હતી. નાનજી મેળીયા જેની પાસેથી 3 પત્તા અને 1940 રૂપિયા રોકડ રકમ મળી આવી હતી. જોકે બીજા ત્રણ આરોપી ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે જગ્યા પરથી 52 પત્તા 13,400 રોકડ સહિતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની અટકાયત કરી જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








