Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ પોલીસની આબરૂ લેતા બેનરે પોલીસની ઊંઘ ઉડાડી

અમદાવાદ પોલીસની આબરૂ લેતા બેનરે પોલીસની ઊંઘ ઉડાડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદ પોલીસ અવાર-નવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે વધુ એક વાર અમદાવાદ પોલીસને (Ahmedabad Police) લાંછન લાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ફરિયાદીની ફરિયાદ બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે વેપારીએ કંટાળીને અમદાવાદ પોલીસની કામગીરીને લઈ બેનર (Banner) લગાવ્યા હતા. શહેરમાં પોલીસની કામગીરી લઈને બેનર લાગતા આખરે શરમમાં મુકાયેલી અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકી સક્રીય થતા અનેક દુકાનોના તાળા તૂટ્યા હતા. જેને લઈ વેપારી દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદ પણ સેટેલાઈટ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ચોર ટોળકી બેફામ બની રહી હતી. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઈને આજે સેટેલાઈટ વિસ્તારના પ્રેરણા તીર્થ દેરાસર નજીક વ્રજ વિહાર કોમ્પલેક્ષ 5-6 અને રત્નદિપ કોમ્પલેક્ષમાં પોલીસ વિરૂદ્ધમાં બેનર લાગ્યા હતા.

- Advertisement -

સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા આઠ મહિનામાં આઠ દુકાનના તાળા તૂટ્યા હતા. કોઈ જગ્યાએ રોકડ રકમની ચોરી થઈ તો ક્યાંક દુકાનમાં રહેલી વસ્તુઓની ચોરી થઈ. ચોરી અંગે અનેક રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. સી.સી.ટી.વી.માં પણ ચોર ટોળકી કેદ થઈ હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સેટેલાઈટના પ્રેરણા તીર્થ દેરાસર નજીક કોમ્પલેક્ષમાં લાગેલા બેનરમાં લખ્યું હતું કે, એક જ મહિનામાં વ્રજ વિહાર 05 અને 06 કોમ્પલેક્ષમાં 5 થી 6 દુકાનના 2 વાર તાળા તુટ્યા, તેની પોલીસ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કરી છે, છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી, પોલીસ પેટ્રોલીંગની વાતો માત્ર પોકળ દાવા છે.

પોલીસની નબળી કામગીરીને લઈ બેનર લાગતા બેનર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પોલીસ વિરૂદ્ધના બેનર સોશિયલ મીડિયમાં વાયરલ થતા શરમમાં મુકાયેલી પોલીસ દોડતી થઈ હતી અને તાબડતોબ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટર લાગતા ACP સહિત સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સાથે જ વેપારીઓના નિવેદન લઈને ચોર ટોળકીને ઝડપી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular