Thursday, June 4, 2026
HomeGujaratધાંગધ્રાના જસાપુરમાં વીજળી પડતા વ્યકિત સહિત 80 બકરાઓનું કમકમાટીભર્યુ મોત

ધાંગધ્રાના જસાપુરમાં વીજળી પડતા વ્યકિત સહિત 80 બકરાઓનું કમકમાટીભર્યુ મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ધાંગધ્રા: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ઠેર-ઠેર રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સૌરાષ્ટ્રના ધાંગધ્રા જિલ્લાના જસાપરા ગામ ખાતેથી એક કરૂણ સમાચાર સામે આવ્યા છે. જ્યાં વીજળી પડતા 1 વ્યક્તિ સાથે 80થી વધુ બકરાઓનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે ઘટનાને પગલે સમ્રગ પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

રાજ્યભરના જુદા-જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ધાંગધ્રાના જસાપરા ગામમાં બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવતા વીજળીના કડકા-ભડકા સાથે વરસાદ શરૂ થયો હતો. જ્યાં વ્રજપુરનો યુવાન બકારાઓ ચરાવી રહ્યો હતો, તે દરમિયાન વીજળી યુવક સહિત ઘાસ ચરી રહેલા બકરાઓ પર ત્રાટકી હતી. તે દરમિયાન યુવક સહિત 80થી બકરાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

થોડાક દિવસ અગાઉ મહેસાણના શંકરપુરાગામ ખાતે કબૂતરના ચબૂતરા પર વીજળી પડી હતી. જેમાં 200થી કબૂતરોના મૃત્યુ નિપજ્યા હતા. જે છેલ્લા થોડાક સમયથી વરસાદ દરમિયાન વીજળી પડવાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે, જેને પગલે હવામાન વિભાગ દ્ધારા લોકોને કારણ વગર બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આગમી 4 દિવસમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્ધારા કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 3 થી 6 મે સુધી વરસાદની રહેવાની આગાહી વ્યકત કરાઈ છે. જેમાં રાજુલા, અમરેલી, ધાંગધ્રા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત અને ડાંગમાં કમોસમી વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે. જેને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular