નવજીવન ન્યૂઝ.દિલ્હી: Wrestlers protest Update: દેશને ગૌરવ આપનાર પહેલાવાનો આજે પોતાના હક્ક માટે રસ્તા પર ઉતરી લડી રહ્યા છે. જે પહેલવાનોને પહેલા મેડલથી સન્માનિત કરવામાં આવતા હતા. તે પહેલવાનો પર આજે લાકડીઓ વરસાવામાં આવી રહી છે. છેલ્લા 12 દિવસથી પહેલવાનો કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહના (Brij Bhushan Sharan Singh) વિરોધ દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) પર ધરણા (Protest) આપી શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છે. તે વચ્ચે ગતરોજ મોડીરાત્રે પોલીસ (Delhi Police) અને પહેલવાનો (Wrestlers) વચ્ચે ઘર્ષણ (clash) સમાચાર સામે આવ્યા છે.

મહિલા પહેલવાનો આક્ષેપ છે કે, વરસાદ હોવાના કારણોસર રસ્તો પલળી જતા તેમણે પથારી મંગાવી હતી. જોકે ત્યાં તૈનાત પોલીસે પથારી ધરણા સ્થળ પર પહોંચે તે પહેલા અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને પહેલવાનો વચ્ચે પથારીને લઈ ધક્કામુક્કી થઈ હતી. અને જોતજોતમાં મામલો ઘર્ષણ સુધી પહોંચ્યો હતો. જેમાં પોલીસ સાથેના ઘર્ષણમાં પહેલવાન દુષ્યંત ફોગાટ માથાને ભાગે ઈજા પહોંચી હતી અને રાકેશ યાદવનું માથું ફૂટી ગયું હતું.
પોલીસ અને પહેલવાનો વચ્ચે રાત્રે થયેલી ધર્ષણમાં પહેલવાનોને ઈજા પહોંચી છે.વિનેશ ફોગાટ,સાક્ષી મલિક,સંગીતા ફોગાટ આ ઘર્ષણ પગલે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. પોલીસ અને પહેલવાનો વચ્ચેના ઘર્ષણમાં રાકેશ યાદવનુ માથું ફૂટી ગયો છે. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મિડિયા સમક્ષ સમ્રગ ઘટનાનું વર્ણન કરતા સંગીતા ફોગાટ ધ્રૂસકે –ધ્રૂસકે રડી પડી હતી. અને હાથ જોડેની તમામ લોકોને પહેલવાનો સમર્થન કરવા અપીલ કરી છે. તેમજ સંગીતા ફોગાટે ટ્વીટ કરી લોકોને દિલ્હી પહોંચવાની અપીલ કરી છે. જેમાં તેમણે કહ્યુ કે બહેન –દીકરીઓની સુરક્ષા જરૂરી છે. એટલા માટે ત્વરિત લોકો દિલ્હી પહોંચે. ઘર્ષણની ઘટના બાદ જંતર મંતર પોલીસનો જડબેસાલક બંદોબસ્ત ખડકી દેવાયો છે.અને સમ્રગ જંતર –મંતર આંદોલનકારીઓની સાથે-સાથ પોલીસ છાવણીમાં ફેરવાયુ છે.
પોલીસે સાથે પહેલવાનોની ઘર્ષણને લઈ દિલ્હીના DCP પ્રવણ તાયલે નિવેદન આપતા કહ્યું કે,આપ નેતા સોમનાથ ભારતી મંજૂરી વગર પથારી લઈ જઈ રહ્યા હતા. જ્યારે અમે તેમને અટકાવ્યા તો પહેલવાનો અને સમર્થકો આક્રમક થઈ ગયા અને ટ્રક માંથી પથારી કાઢવા પ્રયાસો કરતા પોલીસ અને પહેલવાનો વચ્ચે વિવાદ સર્જાયો હતો.
બીજીતરફ બજરંગ પુનિયા પોલીસ દ્વારા બળપ્રયાગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ વધુમાં કહ્યું કે પોલીસ મહિલાઓને ગાળ આપી ધક્કામુક્કી કરી રહી છે.પોલીસ પહેલવાનો સાથે બર્બતા આચરી રહી છે અને બ્રિજભૂષણ સિંહ સામે કંઈ નથી કરતી.
TAG: Delhi Wrestlers protest News, Delhi Police, Jantar Mantar
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








