Saturday, June 27, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદનાં સોલા વિસ્તારમાં આત્મહત્યાની તપાસમાં બ્લેકમેઈલિંગ કરતાં બે આરોપીઓ ઝડપાયા, જાણો શું...

અમદાવાદનાં સોલા વિસ્તારમાં આત્મહત્યાની તપાસમાં બ્લેકમેઈલિંગ કરતાં બે આરોપીઓ ઝડપાયા, જાણો શું છે સમગ્ર મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સા સામે આવે છે જેમાં સોશિયલ મીડિયાના મારફતે યુવતીના નામે મિત્રતા કેળવીને સાયબર ઠગો (Cyber Crime) કેટલાક વ્યક્તિઓ પાસેથી ખંડણી (Extortion) ઉઘરાવતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદનાં સોલા પોલીસ (Ahmedabad Sola Police) સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં ફરિયાદીના ભાઈને કેટલાક વ્યક્તિઓએ આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરીને તેમનો ન્યુડ વીડિયો કોલ રેકોર્ડ કરી લીધો હતો અને ફરિયાદીના ભાઈને બ્લેકમેલ (Blackmail)કરીને પૈસાની માગણી કરતાં હતા, જેનાથી કંટાળીને આખરે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં આ સમગ્ર માહિતી મળતા સોલા પોલીસ દ્વારા હાલ આ સાયબર ઠગોની ધરપકડ કરી લેવામાં આવી છે.

સોશિયલ મિડિયાના જેટલા ફાયદા છે તેટલું જ તેનું નુકશાન પણ છે. ઘણા સમયથી એવા કિસ્સા સામે આવે છે કે જેમાં સાયબર ઠગો ખોટી રીતે છોકરીની ઓળખ આપી લોકોને રિકવેસ્ટ મોકલતા હોય છે, અને ત્યાર બાદ વ્યક્તિ રિકવેસ્ટ સ્વીકાર કરી લે તો તેમની સાથે ન્યૂડ વિડિયો કરીને સ્ક્રીન રેકોર્ડ કરી લે છે અને બાદમાં બ્લેકમેલ કરીને ખંડણી ઉઘરાવે છે. જેના કારણે કેટલાક લોકોને પૈસાની સાથોસાથ જીવ ગુમાવાનો પણ વારો આવે છે.

- Advertisement -

શું હતો સમ્રગ મામલો

સોલા વિસ્તારમાં રહેતા એક યુવકને અજાણી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જે આ યુવકે સ્વીકારી લીધી હતી. બાદમાં થોડા સમય વાત કર્યા બાદ આ અજાણી યુવતી તરફથી વીડિયો કોલ આવ્યો હતો. આ દરમિયાન સામે રહેલા ઠગોએ યુવકનો ન્યુડ વીડિયો કોલ રેકોર્ડ કરી લીધો હતો અને બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને 8 લાખ રૂપિયાની માગણી કરી હતી. બદનામીના ડરે આ યુવકે તાત્કાલિક 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. પરંતુ આ ઠગો પૈસા મળ્યા નથી એમ કહીને વારંવાર યુવક પાસે પૈસાની માગણી કરતાં હતા. જેથી આખરે કંટાળીને આ યુવકે આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

યુવકની આત્મહત્યાની તપાસ દરમિયાન પોલીસે આરોપીઓના મોબાઈલ નંબરના ટ્રેસ કરતા તેમનું લોકેશન રાજસ્થાન બોર્ડરની આસપાસ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ સોલા પોલીસની એક ટીમ રાજસ્થાનના ભરતપુર રવાના કરવામાં આવી હતી. નંબર ટ્રેસિંગના અધારે પગેરું મેળવી ભરતપુરના સબલા ગામમાંથી બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. જેમાં અન્સાર હુસેન અને ઇર્શાદ મેવાત જે મૂળ રાજસ્થાનના ભરતપુરના વતની છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસે જ્યારે આરોપીઓના ફોનની તપાસ કરી તો ફોનમાંથી અન્ય પણ કેટલાક લોકોને આ વ્યક્તિઓએ બ્લેકમેલ કર્યા હોય તેવી માહિતી સામે આવી છે. જે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત આરોપીઓના ફોનમાંથી કેટલીક યુવતીઓના ન્યુડ વીડિયો અને જે લોકો સાથે ઠગાઇ કરી હોય તેવા લોકોના ન્યુડ વીડિયોનું રેકોર્ડિંગ પણ પોલીસને મળી આવ્યું હતું. પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

TAG: Ahmedabad Sola Youth blackmailing Suicide Case, Ahmedabad Crime News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular