નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar News: યુવરાજસિંહ જાડેજાના (Yuvrajsinh Jadeja) આજે રિમાન્ડ પૂરા થયા બાદ ભાવનગર પોલીસ (Bhavnagar Police) દ્વારા આજે યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, શરદ પનોત, પ્રકાશ દવે, બલદેવ રાઠોડ, પ્રદીપ બારૈયા, બિપિન ત્રિવેદી અને ધનશ્યામ લાધવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટ દ્વારા યુવરાજસિંહ જાડેજા અને તેમના સાળા કાનભા સિવાય તમામના ફર્ધર રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને તમામને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો, જ્યારે યુવરાજસિંહ અને કાનભાના બે દિવસના વધુ રિમાન્ડ (Remand) મંજૂર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહના 5 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે કેટલાક સવાલો સાથે માત્ર 2 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે અને હવે સોમવારે ફરીથી યુવરાજસિંહ અને તેમના સાળા કાનભાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે યુવરાજસિંહ જાડેજાના બીજા સાળા શિવુભાના રિમાન્ડ આવતી કાલે પૂર્ણ થતાં હોવાથી તેમને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જ્યારે ભાવનગર પોલીસે યુવરાજસિંહના વધુ 5 દિવસના રિમાન્ડની માગણી કરી ત્યારે કોર્ટે પૂછ્યું હતું કે અગાઉ 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા તે દરમિયાન પોલીસે શું કર્યું અને કયા ગ્રાઉન્ડ પર પોલીસ વધુ રિમાન્ડની માગણી કરી રહી છે, ત્યારે પોલીસે જણાવ્યું હતું કે તોડકાંડના (Todkand) 1 કરોડ પૈકી 23 લાખ જેટલી રકમની રિકવરી કરવાની બાકી છે જેના માટે તેઓને વધુ 5 દિવસના રિમાન્ડની જરૂર છે. ત્યાર બાદ કોર્ટે યુવરાજસિંહ અને કાનભાના માત્ર 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે શરદ પનોત, પ્રકાશ દવે, બલદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયાને ડમીકાંડમાં (Dummy Kand) તેમજ બિપિન ત્રિવેદી અને ધનશ્યામ લાધવાને તોડકાંડના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકવા આદેશ કર્યો છે.
TAG: Bhavnagar News, Dummy Kand, Todkand, Yuvrajsinh Jadeja
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








