Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadકિરણ પટેલ બાદ નવો ઠગ સંજય રાય ઝડપાયો, PM મોદી સાથેના ફોટા...

કિરણ પટેલ બાદ નવો ઠગ સંજય રાય ઝડપાયો, PM મોદી સાથેના ફોટા બતાવીને કરતો હતો ઠગાઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Thug Sanjay Rai arrest News: નકલી PMO અધિકારીની ઓળખ આપીને VVIP સુવિધાઓ મેળવતા કિરણ પટેલના (Thug Kiran Patel) કેસની હજુ તપાસ ચાલી રહી છે ત્યારે વધુ એક આવા ઠગની ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ (UP Police Arrests Conman Sherpuria) કરવામાં આવી છે. આ આરોપી સંજય રાયે (શેરપુરિયા) પોતાની રાજકીય વગ વાપરીને બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી હતી, જે હજુ સુધી ભરપાઈ કરી નથી. જેના કારણે હવે સ્ટેટ બેંક દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવ્યો છે. હાલ ઉત્તરપ્રદેશ STF દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સંજય રાયની પદ્ધતિ પણ કિરણ પટેલ માફક જ હતી. જેમાં તે ભાજપના દિગ્ગજ નેતાઓના ફોટા બતાવી બેંકના માણસોને લોન આપવા માટે ફસાવતો હતો. ભાજપના નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત કેટલાક કેન્દ્રીય મંત્રીઓ તેમજ RRSના વડા મોહન ભાગવત સાથેના ફોટાનો દૂરઉપયોગ કરી કરોડો રૂપિયાની લોન મેળવતો હતો.

- Advertisement -

સંજય રાયે આવી રીતે કરોડો રૂપિયાની લોન મેળવીને અલગ અલગ ઉદ્યોગોમાં રોકાણ કર્યું હતું, જેમાં કંડલામાં તેણે એનર્જી એન્ડ કેમિકલ કંપનીના નામે SBI બેંક પાસેથી 250 કરોડ રૂપિયાની લોન લીધી હતી . જે ચૂકવી ન શકતા SBI બેંક દ્વારા સંજય રાયને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં કિષ્ના સેન્ટરમાં સંજય રાયની ઓફિસ આવેલી છે. જેને હાલ સીલ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે સંજય રાયે ખોટા પુરાવા બતાવી બનાવટી કંપનીઓ ઉભી કરીને 250 કરોડની લોન મેળવી છેતરપિંડી કરી હતી.

કોણ છે સંજય રાય ? Who is Sanjay Rai

સંજય રાય મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપુરનો વતની છે. જે નોકરી શોધમાં ગુજરાત આવ્યો હતો. તે ગાંધીધામમાં ચોકીદાર અને વેઈટરની નોકરી પણ કરી ચૂક્યો છે. ત્યાર બાદ રાજકીય નેતાઓના ફોટાનો દૂરઉપયોગ કરી ગોરખધંધા શરૂ કર્યા અને ટૂંકસમય તેને સફળતા પણ મળતી ગઈ. સફળતા એટલી મળી કે એક સમયે ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાં તેનું નામ લેવામાં આવતું હતું. પરંતુ આ ઠગ નેતાઓ અને આગેવાનોના ફોટાનો દુરુપયોગ કરીને અત્યાર સુધીમાં 350 કરોડ રૂપિયાની ઠગાઇ કરી ચૂક્યો છે, જે સામે આવ્યું છે. હજુ તપાસમાં કેટલા રૂપિયાનું કૌભાંડ બહાર આવશે તે જોવું રહ્યું.

સંજય રાય ભાજપના કેટલાક ટોચના નેતાઓ સાથે સંપર્ક હોવાની વાત પણ જાણવા મળી રહી છે. જે કિરણ પટેલની જેમ પોતે ભાજપના નેતાઓ સાથેના ફોટા ટ્વીટર પર શેર કરતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2012માં તે ગુજરાત સમિટમાં પણ ભાગ લઇ ચુક્યો છે અને રતન ટાટાના હસ્તે એવોર્ડ પણ મેળવો ચુક્યો છે.

- Advertisement -

TAG: Thug Sanjay Rai, UP Conman Sherpuria, UP Pollice

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular