Friday, June 5, 2026
HomeGeneralચકચારી શ્રદ્ધા હત્યા કેસમાં મીડિયા રિપોર્ટિંગ મામલે હાઇકોર્ટનો મોટો આદેશ

ચકચારી શ્રદ્ધા હત્યા કેસમાં મીડિયા રિપોર્ટિંગ મામલે હાઇકોર્ટનો મોટો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.દિલ્હી: ચકચારી શ્રદ્ધા હત્યા કેસની (Shraddha Case) દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High court) સુનાવણી ચાલી રહી છે. ત્યારે આજરોજ જે સુનાવણી હાથ ઘરવામાં આવી હતી તેમાં મીડિયાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે મીડિયા પર શું રોક લગાવી?

દિલ્હી હાઈકોર્ટે આજની સુનાવણીમાં મીડિયાને શ્રદ્ધા વોકર હત્યા કેસની ચાર્જશીટની નકલ પ્રદર્શિત કરવા અથવા પ્રકાશિત કરવા પર રોક લગાવી છે. આ રોક ટેલિવિઝન ચેનલો અને કોઈપણ મીડિયા સંસ્થાઓને લાગુ પડે છે. કોર્ટે કહ્યું છે કે, “ચાર્જશીટ સુધી પહોંચ ધરાવતી કોઈપણ મીડિયા ચેનલ અથવા સંસ્થા તેને તેની ચેનલ પર પ્રદર્શિત કરશે નહીં”. ઉપરાંત કોઈ ચેનલ આવી સામગ્રી પ્રદર્શિત ન કરે તેને સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ કર્યો છે. શ્રદ્ધાનો લિવ-ઈન પાર્ટનર આરોપી આફતાબ પૂનાવાલાના નાર્કો વિશ્લેષણના ઓડિયો અને સી.સી.ટી.વી. ફૂટેજ તેમાં સામેલ છે જે મીડિયાને ન બતાવવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ કોર્ટે સુનાવણી દરમ્યાન જણાવ્યું છે.

- Advertisement -

કોર્ટે કેમ લેવો પડ્યો આ નિર્ણય?

શ્રદ્ધા વોકર કેસની ચાર્જશીટના રિપોર્ટિંગ પર રોક લગાવવાનો આદેશ જસ્ટિસ રજનીશ ભટનાગરે લીધો છે. આ નિર્ણય દિલ્હી પોલીસની અરજી પર લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર વાસ્તવમાં દિલ્હી પોલીસે આ કેસની ચાર્જશીટની સામગ્રીનું રિપોર્ટિંગ કરતાં મીડિયા હાઉસ અને ચેનલો પર પ્રતિબંધ મુકવાની માગ કરતી અરજી સૌ પ્રથમ ટ્રાયલ કોર્ટને કરી હતી. પરંતુ ટ્રાયલ કોર્ટે આ તરફેણના ચુકાદા માટે હાઈકોર્ટની રાહ ચીંધી હતી.

બાદમાં દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની પર આજે સુનાવણી થતા દિલ્હી પોલીસની તરફેણમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને ચાર્જશીટના મીડિયા રિપોર્ટિંગ પર અંકુશ મુક્યો હતો. ત્યારે આ હાઈકોર્ટના આ આદેશને લઈને લોકોમાં અનેક તર્ક વિતર્ક ચર્ચાઈ રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular