Friday, July 17, 2026
HomeGujaratVadodaraવડોદરા SOGએ 70 ગ્રામ ડ્રગ સાથે પેડલર ઝડપ્યો, સપ્લાયર થયો ફરાર

વડોદરા SOGએ 70 ગ્રામ ડ્રગ સાથે પેડલર ઝડપ્યો, સપ્લાયર થયો ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Crime News: રાજ્યમાં બુટલગેરો (Bootleggers) બાદ હવે પેડલરોએ (Peddlers) માથું ઉચક્યું છે. છેલ્લા થોડાક સમયથી રાજ્યમાં ડ્રગ્સનું (Drugs) ચલણ ખૂબ જ ઝડપી વધી રહ્યું છે. જેમાં કેટલાંક પેડલરો યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવી લાખો રૂપિયા ખંખેરી કમાઈ રહ્યા છે. રાજ્યભરમાં ઠેર-ઠેર ડ્રગ્સનો વેપલો ખૂબ ચિંતાજનક રીતે વધી રહ્યો છે તે વચ્ચે વડોદરા SOGએ (Vadodara SOG Police) નાગરવાડા વિસ્તારમાં ડ્રગ્સની ડિલિવરી આપવા ઉભેલા પેડલરની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સપ્લાયર નાસી છુટતા વોટેન્ડ જાહેર કરાયો છે.

રાજ્યમાં ડ્રગ્સની બદી ડામવા અને પેડલરો સામે કડકહાથે કાર્યવાહી કરવા વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશો કરાયા છે. વડોદરા SOGની ટીમ ડ્રગ્સની દૂષણના નાથવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેરના નાગરવાડા વિસ્તારમાં એક પેડલર ડ્રગ્સના જથ્થા સાથે ડિલિવરી આપવા ઉભો છે. જે બાતમીના અધારે SOGએ બાતમીવાળી જગ્યા પર દરોડા પાડી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને દબોચી પાડ્યો હતો. જેની તલાશી લેતા તેની પાસેથી એમ ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

- Advertisement -

પોલીસ પૂછપરછમાં પેડલરનું નામ સરવાર ખાન હોવાનું સામે આવ્યું છે જે નવસારીનો રહેવાસી છે અને વડોદરા ભાડાના મકાનમાં રહી શહેરના જુદા-જુદા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો. આરોપી પાસેથી પોલીસે 70 ગ્રામ એમ. ડી. ડ્રગ્સ કબ્જે કર્યું છે જેની બજાર કિંમત સાત લાખ કરતા વધારે રૂપિયા આંકવામાં આવી છે. આધારકાર્ડ, મોબાઇલ ફોન મળી કુલ 707,201 મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હોવાની માહિતી મળી છે. સાથે જ SOGએ પેડલર સામે NDPS એક્ટ હેઠળ ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ આ પેડલરને ડ્રગ્સ પહોંચડતો મોટો પેડલર SOGની રેડના પગલે નાસી છૂટ્યો છે જેને પોલીસે વોટેન્ડ જાહેર કર્યો છે. સરવર ખાન નામનો આરોપી વોટેન્ડ પેડલર પાસેથી ડ્રગ્સ જથ્થો ખરીદી વડોદરાના જુદા-જુદા વિસ્તારોમાં વેચાણ કરતો હતો તેના પાસેથી ડ્ર્ગ્સનું વજન કરવા માટે વજનકાંટો પણ મળી આવ્યો છે. વોટેન્ડ પેડલર અંગે નોંધી કરી SOGએ મામલાની તપાસ વડોદરાના કારેલી બાગ પોલીસ સ્ટેશનને સોંપી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular