Friday, June 5, 2026
HomeGujaratRajkotજેતપુરમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં દારૂ પીને આવનારને દંડ સાથે જ જેમનો...

જેતપુરમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં દારૂ પીને આવનારને દંડ સાથે જ જેમનો મહેમાન હશે તેમને પણ…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જેતપુર: Rajkot News: રાજ્યમાં અનેક વખત લગ્ન પ્રસંગે દારૂની છોળો ઉડતી હોય તેવા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે જેતપુરમાં (Jetpur) જય વેલનાથ સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં (Group Wedding)નવી જ પહેલ કરવામાં આવી છે. જેમાં સમૂહ લગ્નની કંકોત્રીમાં જ છાપી (Instruction in Kankotri) દેવાયું છે કે દારૂ પીને (Drinking alcohol) આવતા વ્યક્તિને રૂપિયા 500થી 5000 સુધીનો દંડ (fined) કરવામાં આવશે એટલું જ નહીં પણ જેમના મહેમાન હશે તેમને પણ તેની પણ મુશ્કેલી વધશે.

jetpur jay velnath samiti
jetpur jay velnath samiti

રાજકોટના જેતપુર તાલુકામાં આગામી 12 માર્ચના રોજ જય વેલનાથ ઉત્સવ સમિતિ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જય વેલનાથ સમિતિ જેતપુર અને સંતશ્રી વેલનાથ ઠાકોર સેવા સમાજ ટ્રસ્ટ સમિતિ તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જેતપુરના ઉપક્રમે કરવામાં આવેલા આયોજનમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આ સમુહ લગ્નમાં દારૂ પીને આવતા વ્યક્તિને રૂપિયા 500થી 5000 હજાર સુધીનો દંડ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ દારૂ પીધેલો વ્યક્તિ જે વર કે કન્યા પક્ષના હશે તેમને કરિયાવરનો સામાન પણ આપવામાં આવશે નહીં.

- Advertisement -

સમિતિ દ્વારા દારૂના દૂષણને ડામવા માટે આ નિર્ણય કરી કંકોત્રીમાં પણ આ સૂચના છાપવામાં આવી છે. સમિતિના ભરત ઠાકોર અગાઉથી જ ઠાકોર સમાજમાંથી દારૂના દૂષણને ડામવા જાગૃતિના પ્રયાસો કરતા રહ્યા છે. જ્યારે હવે તેમણે સમૂહ લગ્નમાં પણ દારૂ પીધેલા ન પ્રવેશ કરે તે માટે આ નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે વ્યસનને કારણે યુવાનો તો બરબાદ થઈ જ રહ્યા છે સાથે તેમના પરિવાર પણ બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે. માટે જેતપુર ઠાકોર સમાજ દ્વારા આગામી સમૂહ લગ્નમાં દારૂ પીને આવનાર વ્યક્તિ પર દંડની જોગવાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઠાકોર સેનાના રાજકોટ જિલ્લાના પ્રમુખે આ બાબતે જણાવ્યું હતું કે સમિતિ દ્વારા આ નિર્ણય કરવાનું કારણ સમાજને દારૂના વ્યસનથી મુક્ત કરવાનું છે. તેમણે જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં દારૂ પીને આવેલા વ્યક્તિને તો દંડ થશે જ સાથે જ તે જેમનો મહેમાન હશે તેમને પણ કરિયાવર નહીં આપવામાં આવે.

TAG: jetpur group wedding invitation card, Instruction in Kankotri, alcohol addiction free message

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular