નવજીવન ન્યૂઝ : Sidhu Moosewala Murder Case: પંજાબના પ્રખ્યાત સિંગર સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moosewala) હત્યા મામલે હજુ સુધી ઈચ્છનીય ન્યાય નહીં મળતા તેમનો પરિવાર ખફા છે. ત્યારે હવે સરકારે ન્યાય મેળવવા માટે સરકાર (Punjab Government) સામે મોરચો માંડ્યો છે. સિદ્ધુ મુસેવાલાના પરિવારે ન્યાયની માગણી (Justice) સાથે સરકારને ઢંઢોળવા માટે પંજાબ વિધાનસભા (Punjab Assembly) સામે ધરણા પ્રદર્શન (Protest) કરવાની શરૂઆત કરી છે.
વર્ષ 2022ના 29 મેના દિવેસ પંજાબના પ્રખ્યાત સિંગર સિદ્ધુ મુસેવાલાની પંજાબના માણસામાં ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પંજાબ સહિત સમગ્ર દેશમાં મુસેવાલાના ચાહકોમાં રોષ જોવા મળ્યો હતો. મુસેવાલાની હત્યા માટે હત્યારાઓએ 30 જેટલી ગોળીઓ ચલાવી ફિલ્મી ઢબે હત્યા કરી હતી. આ ઘટનાના 10 મહિના જેટલો સમય વિતી ગયા બાદ પણ સારી રીતે તપાસ કરી ન્યાય નથી મળ્યો તેવી પરિવારની રાવ છે. જેના કારણે પરિવારે હવે સરકાર સામે મોરચો માંડ્યો છે.
એવામાં ન્યાયની માગણી સાથે સીદ્ધુના પિતા બલકૌરસિંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાનને ઢંઢળવા પ્રયાસ કર્યો છે. બલકૌરસિંગે આજરોજ કોંગ્રેસના નેતાઓની સાથે પંજાબ વિધાનસભાની બહાર ધરણા પ્રદર્શન કરી પુત્રની હત્યાનો ન્યાય મેળવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર તેમને સાંભળતી નથી અને તપાસ સારી રીતે નથી થઈ રહી. તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા 10 મહિનામાં, હું ઘણી વખત પોલીસ અને વહીવટી તંત્ર પાસે ગયો છું. મને માત્ર ખાતરી આપવામાં આવી પરંતુ અહીં જે થઈ રહ્યું છે તે મારા પુત્રની હત્યાને ઢાંકવા માટે કરવામાં આવી રહ્યું છે. મારા પક્ષમાં કંઈ જ નથી થઈ રહ્યું. તેથી, મારે આંદોલન કરવું પડ્યું છે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796