નવજીવન ન્યૂઝ. ઊંઝા: Unjha Lok Darbar News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના (Drugs) વેચાણ અને સેવનનું પ્રમાણ વધી રહ્યું છે, આપણે ઘણા કિસ્સા જોયા છે કે જેમાં ચા વાળા ચામાં અફીણ જેવા નશીલા પદાર્થ ભેળવે છે જેના કારણે લોકો તેમની ચાના બંધાણી થઈ જતાં હોય છે. હવે ઉંઝામાં (Unjha) એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પાણિપુરીમાં ડ્રગ્સની મિલાવટ (drugs mixing in Panipuri) થતી હોવાની ફરિયાદ સામે આવે આવી છે.
ઊંઝાના ધારાસભ્ય કે. કે. પટેલ (Unjha MLA K K Patel) દ્વારા એક લોક દરબારનું (Lok Darbar)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પોલીસ ઈન્સ્પેકટર (PI) પણ હજાર રહ્યા હતા. આ લોકો દરબારમાં ચોરી, લૂંટ, ટ્રાફિક, અસામાજિક તત્વોનો ત્રાસ અને ડ્રગ્સ જેવી અનેક ફરિયાદ લોકોને ધારાસભ્ય સમક્ષ મૂકી હતી, પરંતુ આ તમામ ફરિયાદો પૈકી એક ફરિયાદ એવી હતી કે પાણિપુરીમાં ડ્રગ્સની મિલાવટ કરવામાં આવે છે. આ ફરિયાદ સાંભળતા જ ધારાસભ્ય અને પોલીસ ઈન્સ્પેકટરની આંખો ચાર થઈ ગઈ હતી.
ઉલ્લેખીય છે કે સામાન્ય રીતે મહિલાઓ અને બાળકો પાણિપુરી ખાવાના શોખીન હોય છે. આવા કિસ્સામાં જો ખરેખરમાં આવી રીતે પાણિપુરીમાં ડ્રગ્સની મિલાવટ કરવામાં આવતી હોય તો આ મહિલાઓ અને બાળકો ડ્રગ્સના બંધાણી બની શકે છે, આવા કિસ્સામાં તાત્કાલિક આ ફરિયાદ ઉપર પગલાં લેવાવવા જોઈએ અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. ધારાસભ્ય કે. કે. પટેલે પોલીસ ઈન્સ્પેકટરને સૂચન કર્યું હતી કે તાત્કાલિક આ ફરિયાદનું નિરાકરણ આવે તે દિશામાં કામ કરવામાં આવે.
TAG: Unjha Lok Darbar, drugs mixing in Panipuri, પાણી પૂરીમાં ડ્રગ્સનું મિશ્રણ
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








