Thursday, June 4, 2026
HomeGujaratGandhinagarઅમૂલમાં ચાર દાયકા જૂના MD આર.એસ સોઢીને તાત્કાલિક રાજીનામું આપવા આદેશ

અમૂલમાં ચાર દાયકા જૂના MD આર.એસ સોઢીને તાત્કાલિક રાજીનામું આપવા આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ રાજ્યમાં સહકારી ક્ષેત્રના મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએેમએમએફ(GCMMF)ના ચેરમેન આર.એસ. સોઢીએ અમૂલના MD પદેથી રાજીનામું આપી દીધું છે. અમૂલ(AMUL)માં છેલ્લા ચાર દાયકાથી MD પદે આર.એસ.સોઢી(R S Sodhi) હતા. તેમની જગ્યાએ જીસીએેમએમએફના સીઓઓ જયેન મહેતાને MD પદની જવાબદારી સોંપવામાં આવી છે.

ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિટિંગમાં અમૂલના MD આર. એસ. સોઢીને તાત્કાલિક અસરથી પોતાનો ચાર્જ છોડી દેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. સાથે જ આર.એસ. સોઢીની સેવાઓ અમૂલના MD તરીકે સમાપ્ત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આર. એસ. સોઢીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ GCMMFના COO જયેન મહેતાને MDનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

- Advertisement -

જીસીએેમએમએફના એક પત્રમાં લખવામાં આવ્યુ છે કે, શ્રીમાન સોઢીજી, 9-1-23ના રોજ અમૂલ ફેડ ડેરી ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગના ઠરાવ નં. 2 પ્રમાણે આપની ફેડરેશનની મેનેજીંગ ડિરેક્ટર તરીકેની સેવા તાત્કાલીક અસરથી સમાપ્ત કરવાનું ઠેરવાયું છે. જેથી આપે તાત્કાલીક અસરથી એમડી તરીકેનો ચાર્જ છોડી દેવા અને ફેડરેશનના સીઓઓ જયેનભાઈ મહેતાને તાત્કાલીક સુપ્રત કરવા હુકમ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, અનેક અપકમિંગ પ્રોજેક્ટમાં આર.એસ. સોઢીની મહત્વની જવાબદારી હતી. અમૂલમાં આર.એસ. સોઢીના કારણે ઘણું નુકસાન થયાનો એક સૂર ઉઠ્યો હતો. તેમનું રાજીનામું લેવા પાછળનું એક કારણ પોલિટીકલ પણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષેમાં જ ઈન્ટરનેશનલ એડવરટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા અમૂલના MD આર.એસ. સોઢીને ‘બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ’ એનાયત થયો હતો. જ્યારે સિનિયર જનરલ મેનેજર જયેન મહેતાને ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular