Thursday, June 4, 2026
HomeGeneralજામનગર એરપોર્ટમાં પ્લેન ચેકિંગ પૂર્ણ થયું, બોમ્બ ન મળતા તંત્રએ હાશકારો લીધો

જામનગર એરપોર્ટમાં પ્લેન ચેકિંગ પૂર્ણ થયું, બોમ્બ ન મળતા તંત્રએ હાશકારો લીધો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગરઃ ગઈકાલે રાત્રે પ્લેનમાં બોમ્બની આશંકાએ જામનગર એરપોર્ટ(Jamnagar Airport)પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટ(Azur Air Flight Moscow to Goa)માં બૉમ્બ હોવાનો માહિતી મળતા જ તંત્ર દોડતુ થયુ હતુ. મોડી રાત્ર સુધી પ્લેની તલાસી લેવામાં આવી હતી. જોકે પ્લેનમાંથી કઈ પણ વાંધાજનક મળ્યુ ન હતું. NSGની બે ટીમ દ્વારા આખી રાત્ર પ્લેનની તપાસ કરી હતી, સાથે જ સવારમાં તમામ મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી હતી. જોકે NSG ક્લિયરન્સ આપશે પછી જ પ્લેનને ટેક ઓફ કરવામાં આવશે. અંદાજીત સવાર 12 વાગ્યાની આસપાસ પ્લેન ટેક ઓફ કરે તેવી શક્યતા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલે મોસ્કોથી ગોવા જઈ રહેલા પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી ગોવા ATCને મેઈલમાં મળી હતી. જેથી પ્લેન જામનગર એરપોર્ટ ખાતે તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં બોમ્બ હોવાની માહિતીને લઈ તંત્ર દોડતું થયું હતું. પોલીસ કાફલો, બૉમ્બ સ્કવોર્ડ અને જામનગર 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ એરપોર્ટ પર દોડી ગયા હતા. આ પ્લેનમાં તમામ 236 વિદેશી મુસાફરો અને 8 ક્રૂ સહિત 244 પેસેન્જર્સને સલામત રીતે બહાર કઢાયા હતા. તમામ મુસાફરોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા.

- Advertisement -

પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળતા જામનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખી રાત સુધી NSGની ટીમ દ્વારા પ્લેન અને પ્લેનમાં સવાર મુસાફરના સામાનની તલાસી લેવામાં આવી હતી. જોકે બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુ પ્લેનમાંથી મળી ન આવતા તમામ લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. NSG ટીમ તરફથી ક્લિયરન્સ મળ્યા બાદ જ ફ્લાઈટ અહીંથી ટેક ઓફ કરવામાં આવશે. જોકે ગોવા એર ટ્રાફિક કંટ્રોલને મેલ દ્વારા વિમાનમાં બોમ્બ હોવાની જાણકારી આપનારાની હજુ સુધી ઓળખ થઈ નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular