Sunday, April 19, 2026
HomeGujaratRajkotરાજકોટઃ મજુરો બસમાંથી દારૂ ઉતારતા હતા'ને પોલીસ ત્રાટકી, આરોપી પોલીસ કર્મી જ...

રાજકોટઃ મજુરો બસમાંથી દારૂ ઉતારતા હતા’ને પોલીસ ત્રાટકી, આરોપી પોલીસ કર્મી જ નિકળ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસે મોટી સંખ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (liquor)નો જથ્થો ઝડપી પાડ્યો છે. જે સ્થળ પર બસમાંથી દારૂમાં ઉતારવામાં આવી રહ્યો હતો, તે જગ્યા પર આટકોટ પોલીસ (Rjakot Police) આવી પહોંચતા સમગ્ર ભાંડો ભુટ્યો હતો. સમગ્ર મામલે દારૂની ખેપ મારનારાઓની ધરપકડ કરતાં એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. પોલીસની રેડમાં પોલીસ કર્મી જ આરોપી નિકળ્યો હતો.

rajkot unloading liquor from bus
rajkot unloading liquor from bus

પ્રાપ્ત વિગત અનુસાર, આજે વહેલી સવારે રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેરાવળ ગામમાં બસમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો, આ દરમિયાન આટકોટ પોલીસ સ્થળ પર ત્રાટકી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે મજૂર દ્વારા દારૂની પેટીઓ બસમાંથી ઉતરાવવામાં આવી રહી હતી. પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલી પેટીઓ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત રાજસ્થાન પાસિંગની સ્લીપર કોચ બસ કબજે કરી છે. પોલીસે બસના ચોર ખાનામાં રાખેલો દારૂ પણ ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
Liquor seized from Gujarat's Rajkot
Liquor seized from Gujarat’s Rajkot

આટકોટ પોલીસે દરોડો પાડીને દારૂના જથ્થા સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીની પૂછપરછ કરતા એક આરોપી પોલીસ હેડક્વાર્ટરમાં નોકરી કરતો પોલીસ કોન્સ્ટેબલ વિશાલ સોલંકી હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે ઝડપેલા પાંચ આરોપી વિશાલ નારણભાઈ સોલંકી (પોલીસ કર્મી, રાજકોટ રૂરલ), ભરત ભીખાભાઈ જાદવ (રહે. ગોંડલ), ગોપાલ હસમુખભાઈ મકવાણા (રહે. ગોંડલ), રાજુલ લાલજીભાઈ પરમાર (રહે. ચોરડી), સંજય ઉર્ફે સની મગનભાઈ ડાભી (રહે. ગોંડલ) છે. પોલીસે સ્થળ પરથી 286 દારૂની પેટીમાં રહેલી અંદાજીત 3400થી વધુ દારૂની બોટલો જપ્ત કરીને આટકોટ પોલીસે ગુનો નોંધ્યો છે. જે સ્લીપર કોચ બસમાં દારૂ લાવવામાં આવ્યો હતો તે રાજસ્થાન હરિયાણાથી આવી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.

અત્રે ઉલ્લખનીય છે કે, રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી કરાવવા માટે કેટલાક કડક અધિકારી રાત દિવસ મહેનત કરતાં હોય છે. જ્યારે આવા કેટલાક પોલીસ કર્મીઓ બુટલેગરની મદદ કરીને દારૂબંધી પર પાણી ફેરવી રહ્યા છે. એક વર્ષ અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ ભરેલી ટ્રકને પકડવામાં આવી હતી. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની સંડોવણી બહાર આવતા પીએસઆઇ સહીત પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું કે આટકોટમાં ઝડપાલેયા દારૂ કેસમાં વિશાલ સોલંકી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યુ ?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular