Monday, April 27, 2026
HomeGujaratચૂંટણીની અસરઃ પંજાબ પછી ગોવામાં પણ કેજરીવાલે ખેલ્યો દાવ, 18 વર્ષથી ઉપરની...

ચૂંટણીની અસરઃ પંજાબ પછી ગોવામાં પણ કેજરીવાલે ખેલ્યો દાવ, 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓને આપશે…

- Advertisement -

નવજીવન નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ગોવામાં એક જનસભાને સંબોધતા કહ્યું કે, અહીં તેમની સરકાર બનવા પર તે 18 વર્ષથી ઉપરની મહિલાઓના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા મોકલશે.

કેજરીવાલે અહીં કહ્યું કે મહિલા સશક્તિકરણના મામલામાં આ દુનિયાની સૌથી મોટી યોજના છે. તેમણે કહ્યું કે મહિલાઓના માટે ગૃહ આધાર લાભને 1500 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરી દેવાશે.

- Advertisement -

કેજરીવાલ યુવાન મહિલાઓના બેંક ખાતાઓમાં દર મહિને એક હજાર રૂપિયાની જાહેરાત હાલમાં જ પંજાબમાં પણ કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, યુપી, ગુજરાત સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. કેજરીવાલની આ જાહેરાતને ચૂંટણીલક્ષી જાહેરાત હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. જોકે હજુ અન્ય રાજકીય પાર્ટીઓ પણ મતદારોને રીઝવવા બીજા ઘણા આઈડીયાઝ અપનાવશે. કારણ કે હજુ આપણા માટે ભલે ચૂંટણી હજુ દુર છે પરંતુ રાજકીય પાર્ટીઓ માટે સમય પાકી ગયો છે.


- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular