Monday, February 17, 2025
HomeSeriesDeewal SeriesPI જાડેજા ચેમ્બર આવ્યા અને સિન્હા સામે પેન ડ્રાઇવ મુક્તા કહ્યુ સર...

PI જાડેજા ચેમ્બર આવ્યા અને સિન્હા સામે પેન ડ્રાઇવ મુક્તા કહ્યુ સર મસ્જિદના CCTV ફુટેઝ છે

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-50 દીવાલ) : ચાંદ Chand ને પોલીસે એટલી હદ સુધી 2 પગ પહોંળા રાખી ઊભો રાખ્યો હતો કે તેના જાંગની એક એક નસ ખેંચાઈ રહી હતી અને પોલીસ Police ના માર કરતા પણ તીવ્ર પીડા થઈ રહી હતી, તે જમીન ઉપર ફસડાઈ પડતો અને પોલીસવાળા Cops તેને પહેલા લાકડીથી ફટકારતા અને પછી હાથ પકડી ગાળો આપતા ફરી ઊભો કરી તેના પગ દુરથી પહોંળા કરાવી તેને ઊભો રાખતા હતા, ચાંદ Chand ની આંખમાંથી આસુ પડી રહ્યા હતા, પોલીસવાળા Cops તેને જોઈ કહેતા મીયા બોલી જાને તો હમણાં ડીસીપી DCP સાહેબ પાસે લઈ જઉ, પણ તે કઈ બોલતો ન્હોતો. એક વખત ઈન્સપેકટર જાડેજા Jadeja પોતે લોકઅપ Lockup માં આવ્યા, તેમણે ચાંદ Chand સામે જોયું તે પગ અને હાથ પહોળા કરી ઊભો હતો, જાડેજા Jadeja ને જોતા, કોન્સટેબલો ઊભા થઈ ગયા, તેમણે કોન્સટેબલને પુછયું કઈ બોલવા તૈયાર છે.



તેમણે માથુ હલાવી ના પાડી, જાડેજા Jadeja જુના જમાનાના પોલીસ અધિકારી હતા, તેમને મન આરોપી પાસે ગુનો કબુલ કરાવાનો એક જ રસ્તો હતો તે તેને મારી મારી તોડી નાખવો, પણ ડીસીપી DCP એ પહેલા જ પ્રયત્નમાં સમજી ગયા હતા, એટલે જ તેમણે મારવાનું બંધ કરી પોલીસની ભાષામાં જેની ટી કરવાનું કહેતા હતા, તેમાં ઊભો રાખ્યો હતો. જાડેજા Jadeja એ લોકઅપ Lockup માં ઊભા રહેલા કોન્સટેબલના હાથમાં રહેલી લાકડી લીધી અને 4-5 લાકડીઓ તેના પગ ઉપર ફટકારી દીધી, એટલે પગ પહોળા કરી ઊભો રહેલો ચાંદ Chand ફસડાઈ પડયો, તે રડવા લાગ્યો હતો. તેણે જાડેજા Jadeja ને હાથ જોડતા કહ્યું સાબ ક્યો માર રહે હો.. જાડેજા Jadeja ના મોંઢામાંથી મા-બહેનની ગાળ નિકળી, તેમણે ક્હ્યુ મીયા હજી તારી પાસે સમય છે બોલી જા, મને ગુસ્સો આવ્યો તો ગોળી મારી દઈશ ચાંદ Chand જમીન ઉપર પડયો પડયો રડવા લાગ્યો, જાડેજા Jadeja એ કોન્સટેબને કહ્યું ફરી ઊભો કરો તેને. ચાંદ Chand ને પોલીસે સવારથી માત્ર પીવા માટે પાણી જ આપ્યું હતું, જમવાનો સમય થયો ત્યારે પોલીસે તેને જમવાનું આપ્યુ નહીં અને તેણે માંગ્યુ પણ ન્હોતું. ડીસીપી DCP સાહેબનો આદેશ હતો કે ચાંદ Chand ને જમાવાનું પણ આપવુ નહીં.

આખો દિવસ ચાંદ Chand ઊભો રહ્યો ક્યારેક પડી જતો, પોલીસ Police ની લાઠી ખાતો અને ફરી પાછો ઊભો થઈ જતો હતો, પણ બોલતો ન્હોતો, લોકઅપ Lockup માં રહેલા પોલીસવાળા Cops પણ કંટાળી ગયા હતા. કારણ જાણે તે આરોપી હોય તેમ તેમને જ લોકઅપ Lockup માં બેસી રહેવુ પડતુ હતું. ચાંદ Chand પડી જાય અથવા દુઃખાવાને કારણે સીધો ઊભો રહેવાનો પ્રયત્ન કરે ત્યારે પોલીસવાળા Cops પોતાનો ગુસ્સો તેની ઉપર કાઢી લેતા હતા. આ પોલીસવાળા Cops એ આ પ્રકારે ઘણા આરોપીઓને ટી બનાવી ઊભા રાખ્યા હતા, પણ મોટા ભાગના આરોપીઓ 1-2 કલાકમાં બધું બોલી જતાં હતા પણ ચાંદ Chand જુદી જ માટીનો હતો, પોલીસવાળા Cops ને મનમાં લાગતુ હતું કદાચ ખરેખર ચાંદ Chand કઈ જાણતો નથી, પણ ડીસીપી DCP સાહેબનો આદેશ હોવાને કારણે તેમની પાસે ચર્ચા કરવાનો કોઈ અવકાશ ન્હોતો.



ધીરે ધીરે સાંજનું અજવાળુ અંધારામાં તબદીલ થવા લાગ્યુ, ચાંદ Chand થાકી ગયો હતો. તેને ખબર પડતી હતી કે તેના પગ માર અને ભુખના કારણે ધ્રુજી રહ્યા છે, પણ તે કોઈ જ વાત બોલવા તૈયાર ન્હોતો, રાત થઈ ગઈ હતી. ચાંદ Chand ની આંખો હવે બંધ થવા લાગી હતી, તેને ઉંઘ પણ આવ રહી હતી, પણ પગ પહોળા રાખી કેવી રીતે કોઈને ઉંઘ આવે. તેની શારિરીક દશા એટલી ખરાબ થઈ ગઈ હતી તે તેના પગ અને હાથ પહોળા હોવા છતાં તેની આંખો મીંચાઈ રહી હતી, લોકઅપ Lockup માં રહેલા પોલીસવાળા Cops એ જોયું તેની આંખો બંધ થઈ રહી છે, એક પોલીસવાળો લોકઅપ Lockup ની બહાર ગયો, અને થોડીવાર પછી પાછો આવ્યો ત્યારે તેના હાથમાં પાણી ભરેલી એક ડોલ અને ટમ્મલર હતું, ચાંદ Chand ને કઈ સમજાયુ નહીં, એકાદ કલાક પછી ચાંદ Chand ના પ્રયત્ન કરવા છતા તે પોતાની આંખો ખુલી રાખી શકતો ન્હોતો, આંખની પાંપણ ખોલવા માટે જાણે તેને એકસો કિલોનું વજન ઉંચકવુ પડતુ હોય તેવી તાકાત લગાડવી પડતી હતી.

- Advertisement -

એક વખત તેની આંખ લગભર 5 મિનિટ સુધી બંધ થઈ અને તેના મોંઢા ઉપર જોરથી કઈક વાગ્યુ અને તે ભીંનો થઈ ગયો, તેણે આંખ ખોલી તો સામે બેઠેલા કોન્સટેબલે ડોલમાંથી પાણી ભરી તેના મોઢા ઉપર પાણીની છાલક મારી હતી, પાણી મોંઢા અને શરીર ઉપર પડતા તે ભીનો થઈ ગયો, જેના કારણે લગભગ એકાદ કલાક તેની ઉંઘ જતી રહી હતી, પહેલા પગ પહોળા રાખવાની સજા હતી. હવે તેમાં એક સજાનો ઉમેરો થયો હતો, ચાંદ Chand ને સુવા પણ દેવાનો ન્હોતો, તેની આંખો બંધ થાય એટલે પોલીસવાળા Cops તેની મોઢા ઉપર ટમ્મલર ભરી પાણીની છાલક મારતા હતા. વાતાવરણમાં ઠંડી ન્હોતી, પણ દર કલાકે આંખો મીંચાઈ જતી અને પાણીની છાલક વાગતી તેના કારણે તે ભીનો થઈ જતો. એક વખત તેણે પોલીસવાળા Cops ને ઈશારો કરી કહ્યું બાથરૂમ Bathroom જવું છે, પોલીસવાળો તેને લોકઅપ Lockup માંથી બહાર લઈ આવ્યો ત્યારે ચાંદ Chand ને લાગ્યું કે એક ડગલુ પણ તેના માટે ચાલવુ કેટલુ અધરૂ છે, પહેલા તેણે રાતે માર ખાધો હતો અને આજે સવારથી તે ટી બની ઊભો હતો જેના કારણે તેના પગની નસમાંથી લોહી ગાયબ થઈ ગયું હોય તેમ પગ સુન્ન પડી ગયો હતો.



બીજી તરફ રાતે ઈન્સપેકટર જાડેજા Jadeja સિન્હા Sinha ની ચેમ્બરમાં આવ્યા, તેમણે પેનડ્રાઈવ બતાડતા કહ્યું સર અંબર ટાવરવાળી મસ્જિદના CCTV ફુટેજ આવી ગયા છે. સિન્હા Sinha એ તરત પેન ડ્રાઈવ PenDrive લીધી અને પોતાના પીસીમાં લગાડી તે સીસીટીવી ફુટેજ CCTV footage જોઈ રહ્યા હતા, મસ્જિદની બહારના ફુટેજ footage હતા, તેમણે એક વખત જાડેજા Jadeja ને પુછયુ તમે જોઈ ગયા ફુટેજ footage, જાડેજા Jadeja એ કહ્યું ના સર હમણાં જ ફુટેજ footage આવ્યા અને સીધો તમારી પાસે લઈ આવ્યો છું, મોટા ભાગના દ્રશ્યો કામના ન્હોતા, જેના કારણે ડીસીપી DCP થોડી થોડી વારે ફોરવર્ડ કરી દેતા હતા, આમ પણ જાડેજા Jadeja ને આ બાબતમાં ખબર પડતી ન્હોતી અને રસ પણ ન્હોતો, સિન્હા Sinha માટે આ કામ કંટાળાજનક હતું છતાં જાડેજા Jadeja ને જેટલુ કામ સોંપો એટલુ તે કરી લાવતા હતા.

લઘભગ અડધો કલાક થયો હશે અને સિન્હા Sinha બહુ ધ્યાનથી એક પછી એક દ્રશ્યો જોવા લાગ્યા, તેમણે ફરી કેટલાંક દ્રશ્યો રિવાઈન્ડ કરીને જોયા અને એકદમ ખુરશીમાંથી ઊભા થયા, જાડેજા Jadeja ને આ આશ્ચર્ય થયું કે સાહેબ કેમ અચાનક ઊભા થઈ ગયા, જાડેજા Jadeja ના આશ્ચર્યનો જવાબ આપવાને બદલે સિન્હા Sinha એ પોતાની સામે બેઠેલા જાડેજા Jadeja તરફ પોતાની પીસીનું મોનીટર તેમની તરફ ફેરવ્યુ અને તેમણે જયાં ફુટેજ footage રોકયા હતા ત્યાંથી ફરી સ્ટાર્ટ કર્યા, જાડેજા Jadeja ની નજર ફુટેજ footage તરફ હતી અને સિન્હા Sinha જાડેજા Jadeja ના ચહેરા ઉપર થઈ રહેલા ફેરફાર નોંધી રહ્યા હતા. સિન્હા Sinha જોવા માગતા હતા કે જે બાબત તેમણે નોંધી છે તેની જાડેજા Jadeja ને ખબર પડે છે કે નહીં, જાડેજા Jadeja ના ચહેરા ઉપર એક સાથે અનેક ફેરફાર થઈ રહ્યા હતા. કયારેક તે આંખ ઝીણી કરી દ્રશ્ય જોતા તો કયારેક તેમના ચહેરા ઉપર ઉત્સાહ દોડી આવતો હતો અને એક દ્રશ્યો આવ્યું કે જાડેજા Jadeja પણ પોતાની ખુરશીમાંથી ઊભા થયા થઈ ગયા, બસ ત્યારે સિન્હા Sinha એ પોતાના હાથમાં રહેલા માઉસ વડે ત્યાં ફુટેઝ footage ને રોકી લીધા, સિન્હા Sinha અને જાડેજા Jadeja બંન્ને એક બીજા સામે જોઈ રહ્યા હતા, તેમની પાસે કોઈ શબ્દો ન્હોતા, તેમના ફેફસા ધમણની જેમ ચાલી રહ્યા હતા.



(ક્રમશ:)

PART – 49 | ચાંદ લોકઅપમા એકલપ જ હતો પણ રાત્રે પડેલા મારને કારણે શરીરમા પુષ્કળ કળતર થઈ રહ્યુ હતુ

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular