Wednesday, June 10, 2026
HomeGujaratAhmedabadAhmedabad : રોડ બંધ કરાવી ફટાકડા ફોડી, ધમકી આપનાર Montu Namdar ને...

Ahmedabad : રોડ બંધ કરાવી ફટાકડા ફોડી, ધમકી આપનાર Montu Namdar ને પોલીસ સ્ટેશન ખાતે મળવા ગુનેગાર દોડી આવ્યા

- Advertisement -

Criminal Montu Namdar’s dominance in Khadiya Police Station : એક સમયે અમદાવાદના ખાડીયા વિસ્તાર (Khadiya Ahmedabad) માં જુગારની કલબ ચલાવતો મોન્ટુ નામદાર એક પછી એક કેસમાં ફસાતો જાય છે. ભાજપ કાર્યકરની હત્યા, પેરોલ જમ્પ, કેદી જાપ્તામાંથી ફરાર થવું, જેલમાંથી મોબાઈલ ફોન સાથે પકડાઈ જવું, આર્મ્સ અને 1.80 કરોડની રોકડનો કેસ આવા અનેક કેસમાં ફસાયેલો મોન્ટુ નામદાર સામે વધુ બે ગુના ખાડીયા પોલીસ સ્ટેશન (Khadiya Police Station) ખાતે નોંધાયા છે. ખાડીયામાં આવેલી લાલવસાની પોળ પાસે રોડ બંધ કરાવી દઈ ફટાકડા ફોડી હત્યા કેસના સાક્ષીને ધમકી આપી હતી. આ ઘટનાની જાહેરાત થતાં ખાડીયા પોલીસે ગણતરીની મિનિટોમાં મોન્ટુ નામદારને શોધી કાઢ્યો (Montu Namdar arrested) હતો, પરંતુ પોલીસ ધરપકડથી બચવા ભાગેલો મોન્ટુ નામદાર મકાનની છત પરથી પડી જતાં પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ ખાડીયા પોલીસ સ્ટેશનની બહાર મોન્ટુ નામદારને મળવા એક ગુનેગાર દોડી આવે છે. મોન્ટુ નામદારે પોલીસ જીપમાં બેઠા બેઠા જ નવાબ ગ્રુપના નાદીરખાન પઠાણ ઉર્ફે બાબાખાન સાથે લાંબા સમય સુધી ચર્ચા કરે છે અને તે દરમિયાન એક પોલીસ કર્મચારીને ગાળો પણ આપી ઝઘડો કરે છે.

કોણ છે મોન્ટુ નામદાર ?

- Advertisement -

અમદાવાદના ખાડીયા વિસ્તારમાં એક હથ્થુ જુગારનું શાસન ચલાવનાર મોન્ટુ નામદાર સામે અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. વર્ષો વર્ષથી ચાલ્યા આવતા પારિવારિક મિલકતના ઝઘડામાં ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની મોન્ટુ નામદારે સાગરીતો સાથે મળીને જૂન-2022માં હત્યા કરી દીધી હતી. જેલમાં ગયેલા મોન્ટુ નામદારે એકાદ વર્ષ બાદ મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવે છે અને પછી ફરાર થઈ જાય છે. 94 દિવસ બાદ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના હાથે મોન્ટુ રાજસ્થાન ખાતેથી ઝડપાઈ જાય છે અને પાછો જેલમાં પહોંચી જાય છે. ત્યારબાદ મોન્ટુ નામદાર જૂન-2024માં પોલીસ જાપ્તા સાથે અમદાવાદના છેવાડે આવેલા ગામડી ગામ ખાતેના પોતાના ફાર્મ હાઉસ પર જાય છે અને ત્યાં જાપ્તા પાર્ટીને થાપ આપી ફરી મોન્ટુ ફરાર થઈ જાય છે. એક મહિના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) તેને ઝડપી પાડે છે અને તેને જેલ હવાલે કરે છે. નડિયાદ-બિલોદરા જેલમાં મોબાઈલ ફોન સહિતની સુવિધાઓ ભોગવતો મોન્ટુ નામદાર ખેડા એલસીબીની એક રેડમાં મોબાઈલ ફોન સાથે પકડાય છે અને ત્યારબાદ તેને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરમિયાનમાં બિલોદરા જેલમાં ખુલ્લા આકાશ નીચે સ્નાન કરતો તેમજ કસરત કરતા મોન્ટુ નામદારના વીડિયો લીક થાય છે અને પછી જેલ વિભાગની તપાસ. વડોદરા જેલમાં મળતી તેની તમામ સુવિધા પર બ્રેક વાગી જાય છે અને તેને હાઇ સિક્યુરિટીમાં મોકલી દેવાય છે.

ફર્લો રજા પરથી છૂટતાં મોન્ટુ ખાડીયા આવે છે

ડિસેમ્બર-2025માં મોન્ટુ નામદાર સહિત ચાર આરોપીઓને અમદાવાદની અદાલત ભાજપ કાર્યકરના હત્યા કેસ (BJP worker murder case) માં આજીવન કેદની સજા ફરમાવે છે. વડોદરાની મધ્યસ્થ જેલ (Vadodara Central Jail) માં કેદ મોન્ટુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ફર્લો રજા મેળવવા જેલ સત્તાધીશોને અરજી કરે છે. જે અરજી પર તાજેતરમાં જ મહોર વાગતા મોન્ટુ નામદાર સોમવારે સવારે વડોદરાની જેલમાંથી છૂટે છે અને સાંજે સાડા પાંચેક વાગે ફોરચ્યુનર કારમાં ખાડીયા ખાતે આવી જાય છે. ખાડીયામાં આવેલી લાલાવસાની પોળ પાસેના રોડ પરનો ટ્રાફિક રોકાવી દઈ હત્યા કેસના ફરિયાદી-સાક્ષીને ડરાવવા ફટાકડા ફોડ્યા અને હત્યા કેસના ફરિયાદીના ભત્રીજા તેમજ કેસના સાક્ષીને ધમકી આપી. મોન્ટુ નામદારે ખાડીયામાં આતંક મચાવ્યો હોવાની જાણ થતાં ખાડીયા પોલીસ સ્થળ પર દોડી આવે છે અને નાસી છૂટેલા મોન્ટુને શોધવા પ્રયાસ આરંભે છે.

- Advertisement -

ધરપકડથી બચવા જતાં મોન્ટુના ટાંટિયા તૂટ્યા

ખાડીયા પોલીસ આવી હોવાની જાણ થતાં મોન્ટુ નામદાર હજીરાની પોળમાં આવેલા એક મકાનમાં સંતાઈ જાય છે. પોલીસ જ્યારે તેને પકડવા પાછળ પડે છે ત્યારે મોન્ટુ નામદાર એકબીજાને અડીને આવેલા મકાનોની છત પરથી ભાગવાનો પ્રયત્ન કરે છે. પરબડીની પોળમાં આવેલા એક મકાનની છત પરથી બીજી છત પર મોન્ટુ નામદાર કૂદે છે ત્યારે તેના પગમાં ગંભીર ઈજા થાય છે અને તે ત્યાં જ ફસડાઈ પડે છે.

ગુનેગારની હાજરીમાં મોન્ટુએ પોલીસને ગાળો આપી

- Advertisement -

મોન્ટુ નામદારને ખાડીયા પોલીસ જીપમાં બેસાડી સ્ટેશન ખાતે લઈ આવે છે. ખાડીયા પોલીસ મોન્ટુ નામદારને સ્ટેશનમાં લઈ જવાના સ્થાને તેને આડકતરી સગવડ આપે છે. મોન્ટુ નામદાર તેના સાગરીતો તેમજ મળવા આવેલા શખસોને એક પછી એક એમ એકાદ કલાક સુધી મળે છે. મોન્ટુ નામદારને મળવા આવેલા શખસોમાં એક નામ હતું શાહઆલમ નવાબ ગ્રુપ (Nawab Group Shah Alam) ના નાદીરખાન પઠાણ ઉર્ફે બાબાખાન. પોલીસ જીપનો દરવાજો ખુલ્લો રાખીને બેસેલા મોન્ટુ નામદાર સાથે એક સમયે આર્મ્સ એક્ટના કેસનો સાથી આરોપી બાબાખાન બિનધાસ્તપણે પોલીસ સ્ટેશનની બહાર વાતચીત કરતો જોવા મળે છે. દરમિયાનમાં મોન્ટુ નામદાર અચાનક જ એક પોલીસ કર્મચારીને ગાળો બોલવા લાગે છે. અન્ય પોલીસ કર્મચારીઓ મોન્ટુનો તમાશો જોતા રહે છે. પોલીસ કર્મચારી સહિતના લોકોને મોન્ટુ નામદાર ગાળો ભાંડવા લાગતા નાદીરખાન પઠાણ ઉર્ફે બાબાખાન (Nadir Khan Pathan alias Baba Khan) ત્યાંથી ધીમે રહીને સરકી જાય છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular