Monday, April 27, 2026
HomeGujaratઅમદાવાદ: બે કરોડની પોર્સ કારની સર્વિસથી કંટાળ્યો યુવકઃ કહ્યું આના કરતાં છકડો...

અમદાવાદ: બે કરોડની પોર્સ કારની સર્વિસથી કંટાળ્યો યુવકઃ કહ્યું આના કરતાં છકડો રિક્ષા સારી, જુઓ Video કારનું શું કર્યું

- Advertisement -

નવજીવન અમદાવાદ: અમદાવાદમાં કરોડો રૂપિયાની મોંઘીદાટ કાર ખરીદ્યા બાદ બ્રેકની ખામીથી પરેશાન કાર માલિકે શહેરના જાહેર માર્ગ પરથી કારને દોરડા સાથે બાંધીને બેનરો લગાવીને ફુલેકુ કાઢ્યું હતું. પોર્સ કંપનીની કાર યુવકે બે કરોડ દસ લાખમાં ખરીદી હતી. સરઘસ કાઢ્યા બાદ કંપનીએ બ્રેકની ખામી દૂર કરી આપવાની બાંયધરી લીધી છે. જોકે આટલો સમયથી કંટાળેલા યુવકે જ્યારે આવું પગલું ભર્યું ત્યારે કંપનીના પગ તળે પાણી આવ્યું હોય તેવું જોવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, કાર માલિક ઉમંગ કપોપરાએ દોઢ વર્ષ પહેલા પોર્સ કંપનીની બે કરોડ દસ લાખની કાર ખરીદી હતી. કાર ખરીદ્યાના થોડા દિવસ બાદ લોકડાઉન લાગી હતું. જેથી સર્વિસ સેન્ટર અને શોરૂમ બંધ હતા. કાર માલિકનો આક્ષેપ છે કે કાર ખરીદી ત્યારથી જ તેમાં બ્રેકની ખામી આવી રહી હતી. કારમાં બ્રેકની ખામી આવતી હોવાના કારણે કાર માલિકનો બે વખત અકસ્માત થતાં રહી ગયો હતો.

- Advertisement -




તેથી તેમણે કંપનીને ઓનલાઈન જાણ કરી હતી. કંપનીને કાર અંગે ઓનલાઈન જાણ કર્યા બાદ અનેક વખત સર્વિસ માટે કારને કંપનીમાં મોકલી આપી હતી. તેમ છતાં તેમની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો ન હતો. જેથી કાર માલિકે સમસ્યાથી કંટાળીને કાર ઉપર બેનર લગાવીને જાહેર રોડ પરથી સરઘસ કાઢ્યું હતું. બેનરમાં લખ્યું હતું કે “પોર્સ કરતા છકડો રીક્ષા સારી”. પોર્સ કંપનીની નવી ગાડીનું લોન્ચિંગ હોવાથી તે જ જગ્યાએથી યુવકે સરઘસ કાઢ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular