Two female police officers from Anand caught taking bribe : એક સાથે બે મહિલા પોલીસ કર્મચારી લાંચ કેસમાં ઝડપાતા આ મામલો ગુજરાત પોલીસ બેડામાં ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ગુજરાત એસીબીની ટીમે (Gujarat ACB Team) આણંદ શહેરમાં ગોઠવેલા એક છટકામાં બે મહિલા પોલીસ કર્મચારી ઝડપાયા છે. આણંદ મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ અને હેડ કૉન્સ્ટેબલ રૂપિયા 1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા (Anand Mahila Police Station Bribe Case) જિલ્લા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ કરેલી અરજીની તપાસમાં તોડ કરવા માટે બંને મહિલા કર્મચારીઓએ એસીબીના ફરિયાદીને પાસપોર્ટ જમા લેવાનો ડર બતાવ્યો હતો.
આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ પતિ અને સાસરિયા વિરૂદ્ધ કરેલી અરજીની તપાસમાં એએસઆઈ ગીતાબહેન કમજીભાઈ દોઠા (ઉ.51) અને હે.કૉ. પુષ્પાબહેન રણજીતસિંહ ગરાસીયા (ઉ.47) એ તોડ કરવાનું નક્કી કર્યું હતું. અરજીની તપાસ દરમિયાન પરિણીતાની સાસુને તેમજ પરિવારના અન્ય સભ્યોને નિવેદન પૂછપરછના નામે હેરાન કરવામાં આવતા હતા. મોટી રકમનો તોડ કરવા માટે અરજી કરનારી પરિણીતાના પતિનો Passport જમા લેવાની ધમકી મહિલા પોલીસ કર્મચારી આપતા હતા. એક તબક્કે તપાસમાં હેરાન નહીં કરવા અને પાસપોર્ટ જમા નહીં લેવા માટે ASI ગીતાબહેન દોઠાએ 1.10 લાખ રૂપિયાની લાંચ માગી હતી. પરિણીતાના સાસુ લાંચ આપવા માગતા નહીં હોવાથી તેમણે એસીબી અધિકારીનો સંપર્ક કરતા બુધવારે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અરજીની તપાસ ચલાવતા હે.કૉ. પુષ્પાબહેન ગરાસીયા અને એએસઆઈ ગીતાબહેનને આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકીની પાછળ આવેલી રેલવે ગોદીમાં 1.10 લાખની લાંચ લેતા ACB Team Ahmedabad એ પકડી પાડ્યા છે.








