Friday, April 17, 2026
HomeGeneralઅરવલ્લી: વધુ એક ASI ને PSI તરીકે હંગામી બઢતી મળતા પોલીસ પરિવારમાં...

અરવલ્લી: વધુ એક ASI ને PSI તરીકે હંગામી બઢતી મળતા પોલીસ પરિવારમાં ઉત્સાહ ભર્યો માહોલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ૬ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરને થોડા મહિના અગાઉ હંગામી ધોરણે પીએસઆઈ તરીકે બઢતી આપી જીલ્લામાં નિમણૂંક કરી હતી, ત્યારે જિલ્લામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ભુપેન્દ્ર પટેલને હંગામી પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે બઢતી અપાતા પોલીસબેડામાં અને પરિવારજનોમાં આનંદ છવાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે સ્ટાર લગાવી નિમણૂંક આપી અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઇને કરાર આધારિત હંગામી ધોરણે પી એસ આઇ બનાવવા ગાંધીનગર રેંજ આઈજી અભય ચુડાસમા દ્વારા બઢતીના હુકમ થતા જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા ભુપેન્દ્ર પટેલને એસપી સંજય ખરાતે પીએસઆઈના સ્ટાર લગાવી નિમણૂંક આપી હતી. જિલ્લામાં ફરજ બજાવતા અન્ય એએસઆઇમાં પણ નિવૃત્ત થાય તે પહેલા પીએસઆઈની વર્ધી પહેરવા ભારે થનગનાટ જોવાઈ રહ્યો છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular