Friday, April 17, 2026
HomeGeneralયુવકના એક Emailથી થયો LRD અને TRB જવાનોની કરતુતનો પર્દાફાશ, જાણો પોલીસ...

યુવકના એક Emailથી થયો LRD અને TRB જવાનોની કરતુતનો પર્દાફાશ, જાણો પોલીસ કમિશનરને Email મળ્યા પછી શું થયું

- Advertisement -

જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં એલઆરડી અને ટીઆરબી જવાનો કરતુતનો પર્દાફાશ થયો છે અને એ પણ એક રાજસ્થાની યુવકના ઈમેઈલ પછી. રાજસ્થાનથી અમદાવાદ આવેલા યુવકને સુરક્ષાકર્મચારીઓનો કડવો અનુભવ થયો હતો અને તે બાબત અંગે તેણે કરેલા એક ઈમેઈલ પછી અમદાવાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા હતા. આ યુવકને અમદાવાદના રિંગરોડ પરથી એક TRB જવાન અને ટ્રાફિક એલઆરડી જવાન જબરજસ્તી કારમાં બેસાડી ATMમાં લઈ જઈને 30 હજારનો તોડ કર્યો હતો.



પ્રાપ્ત વિગત અનુસાર, પુણેની IT કંપનીમાં નોકરી કરતો અને રાજસ્થાનમાં રહેતો યુવક લેપટોપનું રિપેરિંગ કરાવવા માટે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદના સાણંદમાં લેપટોપ રિપેરિંગ કરાવ્યા બાદ પરત રાજસ્થાન જવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન અમદાવાદ રિંગરોડ પર કરાઈ તરફ જવાના રસ્તા પાસે યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે TRB જવાન અને ટ્રાફિક એલઆરડી જવાને તેની કારને રોકાવી હતી.

પોલીસે કાર રોકાવ્યા બાદ યુવકને કહ્યું કે, તું દારુ પીધેલો છે, ત્યારે યુવકે જણાવ્યું કે ત્રણ દિવસ અગાઉ રાજસ્થાનમાં દારુ પીધો હતો, પરંતુ હાલમાં નથી પીધો. જેથી પોલીસે ખોટો કેસ કરવાની ઘમકી આપીને યુવકને કારમાં બેસાડીને ATMમાં લઈ ગયા હતા. જ્યાં તેની પાસે બળજબરી પુર્વક રૂ. 30 હજાર પડાવી લીઘા હતા. ત્યાર બાદ યુવક રાજસ્થાન જતો રહ્યો હતો.



રાજસ્થાન પહોંચયા બાદ યુવકે સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનરને ઈ-મેઈલ કરીને ફરિયાદ આપી હતી. પોલીસ કમિશનરે ઘટનાને ગંભીરતા લઈને તપાસ ACP “G” ડીવીઝનમાં આપી હતી. ACP વી.એન. યાદવે ફરિયાદીને બોલાવી પુછપરછ કરી હતી. સમગ્ર ઘટના અંગે નરોડા પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 365, 384, 347, 114 મુજબ ગુનો દાખલ કરીને આરોપી વિજય તડપદા TRB અને લોક રક્ષક રોહીત સોલંકીની ધરપકડ કરી હતી. જેની તપાસ હાલ નરોડા પોલીસ ઈનસ્પેકટર એન.આર. પટેલ સંભાળી રહ્યા છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular