નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરા (Vadodara) માં આવેલી એમએસ યુનિવર્સિટી (MS University) માં આજથી પહેલા વર્ષના વિદ્યાર્થીઓની ઇન્ટર્નલ પરીક્ષા (Internal Examination of Students) શરૂ થઈ રહી છે, ત્યારે આર્ટ્સ ફેકલ્ટીની બેદરકારીના કારણે 1500માંથી 500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નહીં શકે. યુનિવર્સિટી દ્વારા માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરવા માટે છેલ્લી તારીખ 15 આપી હોવા છતાં પણ 500 જેટલા વિદ્યાર્થીઓના પરીક્ષા માટે બેઠક નંબર જનરેટ કરવામાં આવ્યા નથી, જેના કારણે હવે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નહીં શકે.
આ પણ વાંચો: વડોદરા: રોમિયોગીરી કરવા નીકળેલી ત્રિપુટીએ મહિલા પોલીસને જોઈને સીટી મારી, જાણો પછી શું થયું- VIDEO
13 માર્ચ એટલે આજથી એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીની FY, SY, TY અને MAની ઇન્ટર્નલ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં FYના 1500 જેટલા વિદ્યાર્થીઓમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓને બેઠક નામબરની ફાળવણી કરવામાં આવી નથી. આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા વિદ્યાર્થીઓને અગાઉ કહેવામા આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓને માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરવવાનું હોય તે 15 માર્ચ સુધી કરવી દે નહીં તો તેમને એન્ડ સેમિસ્ટરની પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે.
Tag: 500 students will not be able to take the exam in MS University
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796