Thursday, April 18, 2024
HomeGujaratવડોદરા: રોમિયોગીરી કરવા નીકળેલી ત્રિપુટીએ મહિલા પોલીસને જોઈને સીટી મારી, જાણો પછી...

વડોદરા: રોમિયોગીરી કરવા નીકળેલી ત્રિપુટીએ મહિલા પોલીસને જોઈને સીટી મારી, જાણો પછી શું થયું- VIDEO

- Advertisement -

નવજીવન. વડોદરા: વડોદરામાં મહિલાઓ અને છોકરીઓની છેડતીની ફરિયાદ સામે આવતા વડોદરાની SHE ટીમે રોમિયોગીરી કરતા યુવકોની શાન ઠેકાણે લાવી દીધી છે. થોડા જ દિવસ પહેલા એમએસ યુનિવર્સિટીના ગેટ પાસે છોકરીઓની છેડતી કરતા બે યુવકોને SHE ટીમે ઝડપી પાડ્યા હતા.


વડોદરામાં વધી રહેલા રોમિયોઓના આતંકથી ઘણી મહિલાઓ અને યુવતીઓની ફરિયાદ ઉઠી હતી. વડોદરાની વૈકુંઠ સોસાયટી અને આસપાસના વિસ્તારની યુવતીઓ સાથે છેડતી થતી હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મળતા પોલીસ દ્વારા રોમિયોગીરી કરતાં યુવકોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

- Advertisement -

પાણીગેટ પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રોમિયોને પકડવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન સાદા ડ્રેસમાં પોલીસની SHE ટીમ વૈકુંઠ પાસેના મેદાનમાં અને આજુબાજુના ઝાડીઓમાં ગોઠવાઈ ગયા હતા. ત્રણ દિવસની મહેનત બાદ બાઇક પર આવેલા ત્રણ રોમિયોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

સમગ્ર ટ્રેપનું મોનીટરીંગ પાણીગેટ પોલીસ મથકના પી.આઇ. કે.ટી પરમાર કરી રહ્યા હતા. જે ટ્રેપ દરમિયાન એક બાઈક પર ત્રણ યુવાનો આવ્યા હતા અને સાદા કપડામાં પસાર થતી મહિલા પોલીસને જોઈને સીટી મારી છેડતી કરી હતી. જોકે, બાઇક ઉપર આવેલી ત્રિપુટી સીટી મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા પોલીસની ટીમે રોમિયોને ઝડપી પાડ્યા હતા.


- Advertisement -

પોલીસની પૂછપરછમાં ત્રણે રોમિયોના નામ રોહિત રાઠોડિયા (રહે. ગણેશ નગર ડભોઇ રોડ ) અને ભરત દાંતાણી (રહે ગણેશ નગર ડભોઇ રોડ), હિતેશ ચંદુભાઈ રાઠોડ (રહે. સાંઈનાથ નગર, ગાજરાવાડી), હોવાનું બહાર આવ્યું હતું. તેમજ જે બાઈક લઈને આવ્યા હતા તે પણ ચોરીનું હોવાનું સામે આવ્યું છે. પાણીગેટ અને રાવપુરા પોલીસ મથક વિસ્તારમાંથી બે વાહનો ચોરી કર્યા હોવાની પણ વિગતો બહાર આવી હતી.

સમગ્ર બનાવ અંગે પાણીગેટ પોલીસના PI કે.ટી પરમાર તેમજ She ટીમ ના સ્ટાફ દ્વારા સમગ્ર ઘટનાનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular