નવજીવન ન્યૂઝ. રાજકોટ ન્યુઝ Rajkot News: Gujarat Weather Forecast: રાજ્યમાં માવઠાંને કારણે ખેડૂતોની હાલાકી વધી રહી છે. એવામાં ફરી હવામાન વિભાગે (meteorological department) સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી જાહેર કરી છે. ત્યારે ખેડૂતોને જણસ માર્કેટિંગ યાર્ડમાં (APMC Rajkot Daily Rates) વેચવા જવું કેમ તે સવાલ પેદા થઈ રહ્યા છે. જેના કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડ (Rajkot Marketing Yard) દ્વારા ખેડૂતોનો પાક ખરાબ ન થાય માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહીને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સતર્ક થયું છે. ખેડૂતો પોતાનો માલ વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં પહોંચે ત્યારે ખુબ લાંબી કતારો લાગે અને જગ્યા પણ ખૂટી પડે તેવી સ્થિતી સર્જાતિ હોય છે. આ સ્થિતીમાં જો કમોસમી વરસાદ વરસે તો ખેડૂતોની જણસ ખરાબ થતા પાયમાલ થવાનો વારો આવે. માટે માર્કેટિંગ યાર્ડે ખેડૂતોના હિતને ધ્યાને રાખી ટૉકન પધ્ધતિનો નિર્ણય કર્યો છે. જેમાં ખેડૂતોને જણસ વેચવા આવતા પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે અને બાદમાં ખેડૂતોને ટૉકન આપવામાં આવશે જેથી લાંબી કતારોમાં રહેવું ન પડે અને જો માવઠું વરસે તો જણસ ખરાબ થવાની સંભાવના ન રહે.
આ પણ વાંચો: હવામાન વિભાગની વરસાદની આગાહી, કમોસમી વરસાદે ખેડૂતોના શ્વાસ અધ્ધર કર્યા
મહત્વની વાત છે કે રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા ઘઉં, ચણા અને ધાણાના પાક માટે દરરોજ 100 ખેડૂતોને ટૉકન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખેડૂતોને રજીસ્ટ્રેશન બાદ ટૉકન નંબર મોકલવામાં આવશે અને તે નંબર મુજબ જ જણસી વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે અન્ય જણસો રાબેતા મુજબ સ્વિકાર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોટન કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ પણ એમ.એસ.પી. ભાવથી ખેડૂતોના કપાસના પાકની ખરીદી કરશે. જે ખરીદી 31 માર્ચ સુધી કરવામાં આવશે અને ખેડૂતોને એમ.એસ.પી.ના ભાવ મળે માટે 11 રાજ્યોમાં 400થી વધારે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જે માટેની વિગતો વેબસાઈટ પરથી મેળવી શકાશે.
જો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાતાવરણની વાત કરીએ તો રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં તાપમાનનો પારો 37 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે. પરંતુ ગત રવિવારના રોજ રાજકોટનું વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. અને મંગળવારથી હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાંની આગાહી કરી છે.
રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ 13 માર્ચ 2023



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








