નવજીવન ન્યૂઝ. દ્વારકા: Dwarka Borewell Rescue : બોરવેલમાં બાળક પડી જવાની અનેક ઘટનાઓ સામે આવે છે. નાનું બાળક બાળસહજ રીતે રમતા-રમતા બોરવેલમાં (Borewell) પડી જાય છે. બોરવેલ ઘણા ઊંડા હોવાથી બાળક શ્વાસ પણ સારી રીતે લઈ શકતું નથી. ફારય બ્રિગેડ અને રેસક્યું (Rescue) ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકને બોરવેલમાંથી બહાર કાઢવા સતત મથે છે. પણ બોરવેલની આસપાસ ખોદકામ કરી બાળકને સહી સલામત કાઢવા માટે સમય પણ વધારે જાય છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં બાળક જીવનથી હાથ ધોઈ બેસે છે. એવી જ એક ઘટના દ્વારકામાં (Dwarka) સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકામાં રાણ ગામે ૩ વર્ષની એન્જલ ફળિયામાં રમી રહી હતી. એન્જલ રમતા રમતા અકસ્માતે એક બોરવેલમાં ફસડાઈ પડે છે. બોરવેલની ઊંડાઈ 100 ફૂટ કરતાં પણ વધુ હતી. તાત્કાલિક ઘટનાની જાણ દ્વારકા નગરપાલિકાને કરવામાં આવી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ફાયર ટીમ, 108 એમ્બ્યુલેન્સ, NDRFની રેસક્યું ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે રેસક્યું ટીમે અથાગ મહેનત બાદ 9 કલાક પછી એન્જલને બોરવેલમાંથી બહાર કાઢી હતી.
એન્જલને બોરવેલમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એન્જલની હાલત એટલી ગંભીર હતી કે, આખરે એન્જલ જીંદગી સામેનો જંગ હારી ગઈ. ફરજ પરના તબીબે એન્જલને મૃત જાહેર કરી હતી. બોરવેલમાં પડી જઈ અનેક બાળકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે એન્જલના મોતથી તેના પરિવારજનોમાં અને આજુબાજુના લોકોમાં પણ શોકની લહેર છવાઈ ગઈ હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796